તંદુરસ્ત રહેવા માટે અજમાવી જોજો આટલા નુસખા, ફાયદામાં રહેશો!
ભાગદોડ ભરી જિંદગીમાં પોતાની જાત માટે થોડો ટાઈમ કાઢવો જોઈએ. જો આપણું તન મન તંદુરસ્ત હશે તો ચોક્કસ સારી રીતે જીવન વિતાવી શકાય છે પણ તંદુરસ્ત અને લાંબુ જીવવા માટે તમારે મહત્વનાં મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. મીડિયાના એક અહેવાલ પ્રમાણે સવારે આ સાત મહત્વનાં કામ પૂરા કરવાથી ફાયદો થાય છે.
વહેલા ઊઠો
વહેલા ઊઠવાનું હેલ્થ માટે ફાયદાકારક તો અમુક લોકો માટે મુશ્કેલ રહે છે. આમ છતાં વહેલા સુવાની સાથે ઊઠવાનું પણ આરોગ્ય માટે સારી બાબત છે તેમ જ તમે ખુશ રહી શકો છો. સવારમાં એટ લીસ્ટ પાંચ છ વાગ્યે ઊઠી જવાનું રાખો. એનાથી દિવસની શરૂઆત ખુશનુમા રહેશે.
ખાલી પેટે એક ગ્લાસ પાણી પીઓ
સવારે ઊઠીને પહેલા એક ગ્લાસ પાણી પીવાનું રાખો, જેથી તમારા શરીરમાં પાણી સંતુલિત થાય છે. શરીરની પાચન ક્રિયા સાથે મેટાબોલિઝમ પણ સંતુલિત કરે છે. પાણી પીવાથી તમે હાઈદ્રેડ રહી શકો છો. સવારે 30 ટકા પાણી પીવાથી શરીરમાં મેટાબોલિક રેટ વધે છે, જે શરીરને હેલધી રાખવામાં પણ મદદ કરે છે.
ગેજેટ્સથી રહો દૂર
આપણામાંથી ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારે ઊઠીને પહેલાં મોબાઇલ કે લેપટોપ ચેક કરે છે. પણ હેલધી લાઈફ સ્ટાઈલ માટે રોજ સવારે વહેલા ઉઠ્યા પછી બે કલાક માટે તમે મોબાઇલ સહિત અન્ય ગેઝેટથી દૂર રહો, જેનાથી સ્ટ્રેસ પણ દૂર થશે.
યોગ- કસરત કરો
સવારમાં વહેલા ઊઠયા પછી શક્ય હોય તો હળવી કસરત કરવાનું રાખો જે તમને હકારાત્મક અભિગમ અપનાવવામાં મદદ મળશે. સવારમાં શક્ય હોય તો યોગ કરવાનું પણ રાખો, જેથી તમને હકારાત્મક અભિગમ રાખવમાં પણ મદદ મળશે.
બ્રેકફાસ્ટ સ્કીપ કરવાનું ટાળો
સવારે નાસ્તો છોડવો એ તમારા જીવનમાં દિવસ છોડવા બરાબર છે. સવારમાં નાસ્તો કરવાની બાબત વાસ્તવમાં તમને દિવસ દરમિયાન દોડવા માટે શક્તિ આપે છે. તંદુરસ્ત અને મજબૂત રહેવા માટે રોજ પૌષ્ટિક નાસ્તો ખાવાનું રાખો તેમ જ સમય મળે તો ફળો ખાવાનું રાખો.
ચાલવાનું રાખો
આ ઉપરાંત, વહેલા ઉઠીને ચાલવાની આદત પાડી શકો છો, જે તમારા સ્નાયુઓને મજબૂત બનાવવાની સાથે તમને મજબૂત અને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. રોજ દોડવાનું કે સાઈકલ ચલાવવા કે જોગિંગ કરવાથી હાર્ટ એટેક સહિત અલ્ઝાઈમર અને પાર્કિન્સન વગેરે રોગોનું જોખમ પણ ઘટાડે છે.