ચોમાસામાં ફૂડ પોઈઝનિંગના ભોગ બનવું ના હોય તો આટલું અચૂક ધ્યાન રાખો…
ચોમાસામાં વરસાદના દિવસો વધુ પસંદ પડે પણ ખાવીપીવાની દૃષ્ટિએ વધુ કાળજી રાખવાનું આરોગ્યને માટે સારું રહે છે. ચોમાસાના દિવસોમાં ગરમ ખાવાનું વિશેષ ધ્યાન રાખવું તેમ જ સૌથી મોટી વાત એ કે ચોમાસામાં ફૂડ પોઈઝનિંગ કિસ્સા વધારે બનતા હોય છે, તેથી શક્ય એટલું એનું ધ્યાન રાખવું. મહિલાઓએ ખાસ કરીને અમુક બાબતોનું ધ્યાન રાખે તો ફાયદો રહે છે.
ચોમાસાના દિવસોમાં તો ખાસ કરીને તડકો ઓછો અને ભેજવાળું પ્રમાણ રહેવાને કારણે ફૂડને ફુગ આવી જવાની શક્યતા રહે છે. ફૂગને કારણે બેક્ટેરિયા અને વાઈરસનું સંક્રમણ વધે છે, તેથી ફંગસ આવી ન જાય તેની તકેદારી રાખવાનું જરુરી બને છે. વાશી ફૂડ ખાવાનું ટાળવું જોઈએ, જેથી જાણે અજાણે બીજી કોઈ મોટી બીમારીમાં પડી શકો નહીં. ફૂડ પોઈઝનિંગનું જોખમ કઈ રીતે વધે છે એ જાણીએ અને એનાથી દૂર રહી શકો છો.
ભેજમાં વધારોઃ વરસાદને કારણે હવામાં ભેજ વધે છે, જેના કારણે બેક્ટેરિયા અને વાઈરસ સરળતાથી વધે છે. આ ખોરાક સાથે ભળે છે અને તેને દૂષિત કરે છે.
ગંદા પાણીનો ઉપયોગઃ અનેક વખત એવું જોવા મળે છે કે વરસાદને કારણે પીવા કે અન્ય ઉપયોગ કરવાના પાણીમાં વરસાદી પાણી મિક્સ થઈ જાય છે. ક્યારેક પાણી ડહોળું થઈ જાય છે, જેથી તેનો વપરાશ કરતા પણ ફૂડ પોઝનિંગનું જોખમ વધે છે.
ફૂડમાં ફુગ આવવીઃ વરસાદમાં ખાસ તો શાકભાજી અને ફળોમાં ઝડપથી ફુગ આવી જતી હોય છે કે ક્યારેક બગડી જતા હોય છે. એનો યોગ્ય સમયે ઉપયોગ નહીં કરવામાં આવે તો પણ સડી જતા હોય છે અથવા વપરાશ વખતે ફૂડ પોઈઝનિંગનું રિસ્ક રહે છે.
ખુલ્લામાં રાખવામાં આવેલા ફૂડનો વપરાશ નહીં કરવોઃ ચોમાસાના દિવસોમાં માર્કેટમાંથી ખાસ તો ખુલ્લા રાખેલા ફૂડ કે ભીના થયેલા શાકભાજી લેવાનું ટાળો. ખુલ્લામાં રાખેલ ફૂડ પર માખી-મચ્છર બેસવાનું પ્રમાણ વધારે રહે છે, તેનાથી પણ ફૂડ પોઈઝનિંગ થવાનું પ્રમાણ રહે છે.
ફૂડ પોઈઝનિંગથી બચવા માટે ખાસ કરીને ઘરમાં ગરમ ખાવાનું આગ્રહ રાખો, જ્યારે કૂક કરવામાં પણ ખાસ તકેદારી રાખો, જેથી તમારા ફૂડમાં બેક્ટેરિયા રહેવાની શક્યતા રહે નહીં. ખાવાપીવા બનાવવામાં ચોખ્ખા-તાજા પાણીનો ઉપયોગ કરો.