મધ્ય પ્રદેશના પાટનગર જઈ રહ્યા છો તો આ પાંચ જગ્યા જવાનું ચૂકતા નહીં…
દેશનું મિડલ સ્ટેટ મધ્ય પ્રદેશ છે, જે તેના ભવ્ય મંદિરો, કિલ્લા, નદીઓ સહિત અન્ય બાબતોને લઈ લોકપ્રિય છે. એટલું જ મધ્ય પ્રદેશનું પાટનગર ભોપાલ પણ ટૂરિસ્ટમાં જાણીતું છે. ભોપાલને સિટી ઓફ લેક તરીકે ઓળખાય છે. ભોપાલમાં નેચરલ અને આર્ટિફિશયલ લેક પણ છે. અહીંયા લેકને કારણે હરિયાળી વિશેષ છે અને તેનાથી દેશના સૌથી ગ્રીનેસ્ટ સિટીમાં તરીકે ગણતરી કરવામાં આવે છે. એની સાથે આ શહેરમાં તમને સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગશે. ગીચ વસ્તી પણ નથી, તેથી જો તમે આ શહેરમાં ફરવા જવાનું આયોજન કર્યું હોય તો મહત્ત્વની પાંચ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી.
અપર લેકઃ સૌથી પહેલા તો અપર લેક એટલે મોટું તળાવ ભોપાલની શાન ગણવામાં આવે છે. અહીં તમે રાતના 12 વાગ્યાથી પહેલા ગમે તે સમયે જઈ શકો છો. તમારા પાર્ટનર અથવા ફેમિલી મેમ્બર સાથે જાઓ તો તમને એડવેન્ચર માટે પર્ફેક્ટ માનવામાં આવે છે. અપર લેકમાં તમને બોટિંગ અને ક્રૂઝની પણ મોજ માણી શકો છો.
કૈરવા લેકઃ અપર લેક સિવાય કૈરવા ડેમ પણ પિકનિક સ્પોટમાં સામેલ છે. કુદરતની સુંદરતાના અદભૂત નજારાને જોવા માટે તમે તમારા ફેમિલી સાથે જઈ શકો છો. ડેમની ચારેબાજુ ગ્રીન કોરિડોર અને ઘૂઘવાતા પાણીના વહેણ તમને ચોક્કસ મોજ કરાવી શકે છે.
ભીમબેટકાઃ ભીમબેટકા પણ પ્રાચીન પથ્થરોની નગરી હોય તેમ લાગે. 30,000 વર્ષ જૂના પથ્થરોની કલાકૃતિઓનું સંગ્રહસ્થળ છે. જંગલોની વચ્ચેના ભીમબેટકાની ગુફા તમારા મનને ચોક્કસ મોહી લે એવી છે. સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ત્યાં ફરી શકો છો.
ગૌહર પેલેસઃ ગૌહર મહેલ પણ જાણીતો છે. ગૌહર મહેલ એક ઐતિહાસિક વિરાસત છે, જે 1820માં બનાવવામાં આવ્યો હતો. જો તમને હેરિટેજ વોક યા ફોટોગ્રાફીનો પણ શોખ હોય તો પણ તમે ગૌહર મહેલની મુલાકાત લઈ શકો છો. ગોહર મહેલ ઐતિહાસિક રીતે પણ તેનું વિશેષ મહત્ત્વ છે.
ટ્રાઈબલ મ્યુઝિયમઃ છેલ્લે ટ્રાઈબલ મ્યુઝિયમની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. બપોરના 12 વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મ્યુઝિયમ ખૂલ્લું રહે છે. મધ્ય પ્રદેશ સહિત દેશના આદિવાસીઓની વિવિધ જાતિઓની રહેણીકરણી સહિત તેમના જીવનને લઈને મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં તમે તમારો અડધો દિવસ પણ વીતાવી શકો છે.