કુવૈતમાં લેબર કેમ્પમાં લાગેલી ભીષણ આગમાં 40ના મૃત્યુ, 30થી વધુ ભારતીય ઈજાગ્રસ્ત…
કુવૈતઃ સાત સમંદર પાર કુવૈતથી એક મોટા અને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે કુવૈતમાં એક લેબર કેમ્પમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
કુવૈતના મંગફ ખાતે આવેલા એક લેબર કેમ્પમાં આ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, જેમાં અનેક ભારતીયોનો સમાવેશ થાય છે. મૃતકોનો આ આંકડો હજી વધી શકે છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને આંકડો પણ 50ને પાર પહોંચી ગયો છે. યુદ્ધના ધોરણે આ આગ પર નિયંત્રણ મેળવવાના ફ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કુવૈતમાં આવેલા ભારતીય દુતાવાસે પણ આ સમાચારને સમર્થન આપ્યું છે.
કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતમાં આવેલા મંગફ વિસ્તામાં આવેલી છ માળની ઈમારતમાં આ આગ ફાટી નીકળી હતી અને આ પરિસર લેબર કેમ્પ તરીકે ઓળખાય છે. જે ઈમારતમાં આગ લાગી એમાં રહેનારા મોટાભાગના કામગાર ભારતીય હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઈમારતમાં આશરે 160 લોકો રહે છે અને આ તમામે તમામ લોકો બધા એક જ કંપનીના કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Amb @AdarshSwaika1 visited Mubarak Al-Kabeer Hospital, where 11 workers injured in today’s fire have been admitted. 10 of them are expected to be released today & one in hospital is reportedly stable. He met with patients still in hospital & assured them of Embassy’s full support pic.twitter.com/cAbLhBxspp
— India in Kuwait (@indembkwt) June 12, 2024
કુવૈતમાં આવેલા ભારતીય દુતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દુર્ઘટનાની માહિતી આપી હતી. ભારતીય એલચી કચેરી દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક મદદ મળે અને તેમનો સંપર્ક સાધી શકાય એ માટે ઈમર્જન્સી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. +965-65505246 હેલ્પલાઈન પર સંપર્ક સાધવાની અપીલ પણ ભારતીય દુતાવાસ દ્વારા કરવામાં આવી છે.
કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ ખુદ અલ એડન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્ત 30થી વધુ ભારતીયોને આ જ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
