June 30, 2025
બિઝનેસમની મેનેજમેન્ટ

Sher ya Savasher: શેરબજારમાં ફાઈનોટેક્સ કેમિકલનો શેર રોકેટ કેમ બન્યો, કેટલો ફાયદો થયો છે?

Spread the love

મુંબઈઃ શેરબજારમાં અત્યારે મોટો ઉતાર-ચઢાવ જોવા મળે છે, જેમાં વૈશ્વિક પરિબળો વધુ અસર કરી રહ્યા છે. ભારતીય શેરબજારમાં એક કરતા અનેક એવા શેર છે, જેમાં રોકાણકારોને ફટકો પડ્યો છે, જ્યારે અનેક શેરમાં રોકાણકારોને તગડો ફાયદો પણ થયો છે. માર્કેટમાં ‘સવાશેર’ નિવડેલા સ્ટોકની વાત કરીએ તો ફાઈનોટેક્સ કેમિકલ (Fineotex Chemical Ltd)ના શેરમાં જોરદાર આગેકૂચ રહી છે. કંપનીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો છે, જે ગઈકાલે ઈન્ટ્રા ડેમાં વધીને 278 રુપિયાના ભાવે પહોંચ્યો હતો.

ફાઈનોટેક્સ શેરની વાત કરીએ તો 2019માં શેરનો ભાવ 26 રુપિયા હતો, જે લગભગ 931 ટકા વધીને ઐતિહાસિક સપાટી પાર કરી છે. લાંબા સમયગાળાની વાત કરીએ તો સ્ટોકે અત્યાર સુધીમાં 17841 ટકાનું રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોના દાવા પ્રમાણે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા સ્ટોકમાં રોકાણ કર્યું હોત તો 1.80 કરોડ રુપિયા થયા હોત. કંપનીનો શેર ભાવ આ વર્ષે ઘટીને બાવન અઠવાડિયાના 262 રુપિયાને મથાળે રહ્યો હતો, જ્યારે વધીને 458 રુપિયાની સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 3,037 કરોડ રુપિયાનું છે.

કંપનીના પરિણામની વાત કરીએ તો નાણાકીય વર્ષ 130 કરોડ રુપિયાની આવક થઈ છે, જે અગાઉના વર્ષની તુલનામાં 143 કરોડની આવક થઈ હતી, જેમાં નવ ટકાનો ઘટાડો થયો છે. કંપનીની આવકમાં ઘટાડા માટે એફએમસીજી સેક્ટરમાં ઓછી ડિમાન્ડ જવાબદાર છે.

ફાઈનોટેક્સ કેમિકલમાં સૌથી વધુ હિસ્સો રોકાણકાર આશીષ કચોલિયાનો છે. કચોલિયાની પાસે કંપનીના 2.74 ટકા અથવા 31,35,568 હિસ્સો છે. ફાઈનોટેક્સ કંપની ઈન્ડિયન મલ્ટિનેશનલ સ્પેશિયલ પ્રદર્શન રાસાયણિક ઉત્પાદનમાં છે, જેમાં અનેક ઉદ્યોગો, વિશેષ કરીને કપડા, સફાઈ અને ડોમેસ્ટિક કેર સહિત અન્ય બિઝનેસમાં સક્રિય છે. ફાઈનોટેક્સ કેમિકલ ભારતમાં 102 ડિસ્ટ્રિબ્યુટર્સના મજબૂત નેટવર્કની સાથે 69 દેશના ગ્રાહકને સેવા પૂરી પાડે છે.

(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!