એમેઝોનના સ્થાપક જેફ બેજોસ ફરી લગ્ન કરશે, જાણો કેટલો ખર્ચ કરશે?
60 વર્ષના જેફ બેજોસ પંચાવન વર્ષની લોરેન સાંચેજ સાથે કરશે લગ્ન
આ વર્ષે ભારતીય ઉદ્યોગજગતમાં મૂકેશ અંબાણીના લાડલા અનંત અંબાણીના લગ્ન થયા. ભવ્ય લગ્ન સંપન્ન થયા પછી હવે દુનિયાભરના ઈ-કોમર્સ માર્કેટમાં ડંકો વગાડનાર 60 વર્ષના ઉદ્યોગપતિ લગ્ન કરવાની વાતોએ જોર પકડ્યું છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એેમેઝોનના સ્થાપક અને દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન જેફ બેજોસ ફરી લગ્ન કરવાના છે. 28મી ડિસેમ્બરના જેફ બેજોસ લોરેન સાંચેજ સાથે લગ્ન કરશે.
244 અબજ ડોલરના માલિક છે બેજોસ
ઈન્ટરનેશનલ અહેવાલ અનુસાર આ લગ્ન પાછળ લગભગ 5,000 કરોડથી વધુ ખર્ચ થવાની ધારણા છે. જાણીએ કોણ છે લોરેન સાંચેજ કે જેનું અબજોપતિનું દિલ આવી ગયું છે. સૌથી પહેલા બેજોસની વાત કરીએ તો દુનિયાના ટોચના દસ અબજોપતિની યાદીમાં તેમનું નામ બીજા ક્રમે છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટની વાત માનીએ તો બેજોસની લગભગ 244 અબજ ડોલર સંપત્તિના માલિક છે. 2024ના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં સ્થાન ધરાવનારા જેફ બેજોસની નેટવર્થમાં 66.8 અબજ ડોલરનો ફાયદો થયો હતો.
પત્રકાર કમ હેલિકોપ્ટરની પાઈલટ પણ છે
કોણ છે લોરેન સાંચેજ જો તમારા મનમાં સવાલ આવે તો જેફ બેજોસ જેની સાથે લગ્ન કરવાનો છે એ લોરેન પત્રકાર છે. એમી પુરસ્કાર વિજેતા લોરેન હેલિકોપ્ટર પાઈલટ પણ છે. પંચાવન વર્ષની લોરેન સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. ગયા વર્ષે વીકએન્ડ એન્જોય કરી રહ્યા હતા ત્યારે દરિયામાં યોટ પર જાહેરાત કરી હતી. અમેરિકામાં રહેનારી લોરેન સાંચેજની સોશિયલ મીડિયા પણ મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. લોરેન સાંચેજે અનેક મીડિયા હાઉસમાં એન્કર તરીકે કામગીરી કરી છે.
બેજોસની લોરેન સાથે 2023માં સગાઈ થઈ હતી
60 વર્ષના અબજોપતિ જેફ બેજોસની લોરેન સાંચેજ 2023માં સગાઈ કરી હતી અને હવે 28મી ડિસેમ્બરના કોલોરાડોના એસ્પેનમાં લગ્ન કરશે. ભવ્ય લગ્નના કાર્યક્રમ માટે કેવિન કોસ્ટનરના રેન્ચને વેન્યુ તરીકે પસંદગી કરવામાં આવી છે. એના સુશી રેસ્ટોરાંને બે દિવસ માટે બુક કરવામાં આવી છે. આ લગ્ન માટે લગભગ 6,000 મિલિયન ડોલરનો ખર્ચ થવાનો અંદાજ છે.