February 11, 2026
નેશનલ

આવા પિતાને શું કહેવું? દીકરીના પ્રેમસંબંધની જાણ થતા જ કર્યું કંઈક એવું કે…

Spread the love

કર્ણાટક: દેશના કર્ણાટક રાજ્યમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનાને કારણે પિતા પુત્રીના પવિત્ર સંબંધ સામે પણ સવાલો ઉપસ્થિત થયા છે. ઉડુપ્પી ખાતે એક પત્નીએ જ પોતાના પતિ સામે દીકરીના પ્રાઈવેટ વીડિયો વાઈરલ કરવા પ્રકરણે ફરિયાદ નોંધાવી છે. પિતાની આ કરતૂતની જાણ થતા જ દીકરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદ્ભાગ્યે દીકરીનો જીવ બચી ગયો છે.

મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે કર્ણાટક પોલીસમાં એક મહિલાએ પોતાના પતિ સામે દીકરીના પ્રાઈવેટ વીડિયો વાઈરલ કરવા મુદ્દે ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાની દીકરીનું એક સંબંધીના યુવક સાથે અફેર ચાલી રહ્યું હોવાની જાણ થતાં જ પતિએ દીકરીને પાઠ ભણાવવા આ પગલું ભર્યું હતું.

મહિલાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે તેના પતિને આ વાતની જાણ થતાં જ તેણે તેની દીકરીના પ્રેમીને ઘરે બોલાવીને મારપીટ કરી હતી. એટલું જ નહીં પણ તેના મોબાઈલમાં રહેલા દીકરીના પ્રાઈવેટ વીડિયો પણ પોતાના ફોનમાં ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં તેણે પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કર્યા હતા, તેમ જ વધુમાં વધુ લોકોને આ વીડિયો ફોરવર્ડ પણ કર્યા હતા. દીકરીને પાઠ ભણાવવા માટે તેણે આવું કર્યું હતું.

મહિલાના પતિએ પત્ની અને 18 વર્ષની દીકરી સાથે પણ મારપીટ કરી હતી. દીકરીને આ વાતની જાણ થતા જ તેણે ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદ્ભાગ્યે સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. આ પ્રકરણે સીઆઈએન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!