પહલગામ હુમલાની જવાબદારી લેનાર ‘ટીઆરએફ’ વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર
ટીઆરએફની કામગીરી શું છે અને ભારત અને અમેરિકાએ શું કહ્યું?

વૈશ્વિક મની લોન્ડરિંગ અને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એફએટીએફએ પહેલી વખત સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદને સ્વીકાર્યો છે અને પોતાનો રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે. એફએટીએફનું કહેવું છે કે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે મોટું જોખમ છે. રાજ્યપ્રેરિત આતંકવાદ એટલે શું તો આતંકવાદ ઉગ્રવાદી જૂથોથી આગળ વધીને હવે એવા કટ્ટરપંથી રાજ્યોનો પણ સમાવેશ થાય છે જે પોતાની વિદેશ નીતિના સાધન તરીકે આતંકવાદી પ્રવૃત્તિને પ્રાયોજિત કરે છે અથવા ટેકો આપે છે. રાજ્ય પ્રાયોજક એવી સરકાર છે જે આતંકવાદના કૃત્ય અથવા કૃત્યોના પ્રદર્શનમાં કોઈ અભિયાનને ટેકો આપે છે. વાસ્તવમાં ભારત લાંબા સમયથી રાજ્ય પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો વૈશ્વિક મંચ પર ઉઠાવતું રહ્યું છે અને એની સામે કાર્યવાહી કરવાનું આહવાન કરે છે. હવે એફએટીએફ દ્વારા રાજ્ય પ્રાયોજિત આતંકવાદને મોટો ખતરો માનવાની ભારતની જીત છે, જ્યારે એમાં પાકિસ્તાન માટે જોખમ વધશે.
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ક્યાંય ખટરાગ થયા નથી તો સંબંધો સુધર્યા પણ નથી. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા, ઈન્ડિયા અને ચીન વચ્ચે સંબંધો સુધરવાને કારણે પાકિસ્તાન પણ અંદરખાને આતંકવાદને પોષવાનું બંધ કરવાની નોબત આવી શકે છે. હવે આતંકવાદીઓને પોષનારા ટીઆરએફ સંગઠન પર પણ અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ટીઆરએફ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી વિંગ છે. અનેક વર્ષોથી ટીઆરએફ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર હુમલા, ટાર્ગેટ કિલિંગ અને ટીઆરએફની રણનીતિ છે.
ભારતીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અમેરિકા દ્વારા અમેરિકાએ પહલગામ હુમલા માટે જવાબદાર ટીઆરએફને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવા મુદ્દે પ્રશંસા કરી છે. વિદેશ પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે ભારત અને અમેરિકા આતંકવાદની વિરુદ્ધ સહયોગ કરવામાં સમર્થન આપ્યું છે. લશ્કર-એ તૈયબાના સમર્થિત ટીઆરએફ અને વૈશ્વિક આતંકવાદી સંગઠન (એસડીજીટી) જાહેર કરવા માટે વિદેશ મંત્રી માર્ક રુબિયો અને અમેરિકન વિદેશ વિભાગની પ્રશંસા કરીએ છીએ અને સંગઠને 22મી એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ.
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ટીઆરએફને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરતા કહ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલો 2008ના મુંબઈના હુમલા પછી ભારતમાં નાગરિકો પરનો સૌથી મોટો હુમલો હતો. આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ વિરુદ્ધની લડાઈ અને ભારતીય સાથે સહયોગના પુરાવા છે. અહીં એ જણાવવાનું કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (ટીઆરએફ)એ પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. ટીઆરએફના પ્રમુખ શેખ સજ્જાદ ગુલને ભારતીય ગુપ્તચર એજન્સી (એનઆઈએ)એ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા. આ જ ટીઆરએફ લશ્કર-ઐ-તૈયબાની પ્રોક્સી વિંગ છે.
અનેક વર્ષોથી ટીઆરએફ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરી રહ્યું છે અને ખાસ કરીને ટાર્ગેટ કિંલિંગ અને સુરક્ષા દળોને નિશાન બનાવે છે. અમેરિકાના વિદેશ વિભાગે આતંકી ગતિવિધિઓને જોતા તેને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. એફટીઓ મારફત આતંકવાદી સંગઠનને નાણાકીય સહાયમાં રોક લગાવી છે. એના સિવાય આ સંગઠનને કોઈ મદદ કરી શકાશે નહીં. એક મહિનામાં તેની સામે કોર્ટમાં અપીલ કરી શકે છે, જ્યારે દર બે વર્ષે અમેરિકન સરકાર એફટીઓની સમીક્ષા કરશે.
ટૂંકમા, ભારત વર્ષોથી આતંકવાદ અને રાજ્યપ્રેરિત આતંકવાદને વખોડતું રહ્યું છે. ભારત સરકારે પણ કહ્યું છે તમામ પ્રકારના આતંકવાદ સામેની લડાઈમાં એકતા ભારતની સૌથી મોટી તાકાત છે . આ યુગ યુદ્ધનો નથી, તો તે આતંકવાદનો પણ ન હોઈ શકે. આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા એ એક સારા અને સુરક્ષિત વિશ્વની ગેરંટી છે.
