Exit Poll: ત્રીજી વખત બનશે Modi સરકાર, I.N.D.I. ગઠબંધનને ઝટકો
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કયા પક્ષને કેટલી સીટ મળશે એ જાણો?
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના આજના સાતમા તબક્કાનું મતદાન પૂરું થયું. મતદાન પૂરું થયા પછી વિવિધ ન્યૂઝ એજન્સીના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. સાત તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્વક સંપન્ન થવાની સાથે આગામી સરકાર કોની બની શકે છે એના અંગે એક્ઝિટ પોલે મોટા દાવા કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએને સ્પષ્ટ બહુમતી મળે એવા તારણ કાઢવામાં આવ્યા છે, જ્યારે વિપક્ષોને પણ અમુક રાજ્યોમાં 2019ની તુલનામાં વધારે બેઠક મળવાની શક્યતા છે. 2014 અને 2019 પછી ફરી એક વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મેજિક કામ કરશે અને ફરી સત્તા પ્રાપ્ત કરી શકે. છ એક્ઝિટ પોલમાં એનડીએને 340થી વધુ સીટ મળી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએને 371થી 401 સીટ જીતીને સંસદભવનમાં લગભગ એક-તૃતિયાંશ બહુમતી મળી શકે છે.ઈન્ડિયા ટીવીના સર્વે અનુસાર 319-338 સીટ ભાજપને મળી શકે છે.વિપક્ષના નેતૃત્વ હેઠળની ઈન્ડિને 109થી 139 બેઠક પર જીત મેળવી શકે. સાતમા તબક્કાના મતદાન પછી કોંગ્રેસે 295 બેઠક પ્રાપ્ત કરવાનો દાવો કર્યો હતો.
ઉપરાંત, અપક્ષ ઉમેદવાર સહિત અન્યને 28થી 38 બેઠક મળી શકે. વોટિંગ હિસ્સાની વાત કરીએ તો ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 46 ટકા વોટનો હિસ્સો મળી શકે છે, જ્યારે ઈન્ડિ ગઠબંધનને 40 ટકા મળી શકે.
ગુજરાતમાં કોંગ્રેસ ખાતું નહીં ખોલાવી શકે
ગુજરાતની વાત કરીએ તો ટાઈમ્સ નાઉના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની હેટ્રિક થઈ શકે. ભાજપને 26માંથી 26 બેઠક મળશે, જ્યારે ન્યૂઝ 24 અને ઈન્ડિયા ટુડેઝના પોલમાં 25માંથી 25 બેઠક જીતી જશે. આ અગાઉ સુરતમાં એક ભાજપના કબજામાં જ છે. આ ઉપરાંત, સીએનએક્સ, ટીવી9 અને ઈટીજીના અહેવાલ પ્રમાણે પણ તમામ સીટ ભાજપને હવે મળી શકે. 2019માં કોંગ્રેસ સાથે અન્ય કોઈ પાર્ટી ખાતું ખોલાવી શક્યું નહોતું.
મહારાષ્ટ્રમાં એનડીએ માટે કપરા ચઢાણ
મહારાષ્ટ્રમાં એક્ઝિટ પોલના એકંદરે આંકડા મુજબ 48 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 18થી બેઠક મળી શકે, જ્યારે સાથી શિવસેના (એકનાથ શિંદે)ને પાંચથી સાત બેઠક તેમ જ અજિત પવારના જૂથ (એનસીપી)ને એકથી ત્રણ બેઠક જીતી શકે. મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ-શિવેસના-એનસીપી)ને મહત્તમ 30-32 બેઠક મળી શકે. એની સામે ઈન્ડિ ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના) નવથી 13 બેઠક જીત મળી શકે છે, જ્યારે સાથી પક્ષ શરદ પવારની એનસીપીને ચારથી પાંચ અને કોંગ્રેસને ચારથી બેઠક મળીને એકંદરે 21થી વધુ બેઠક મળી શકે છે.
ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ અનુસાર ભાજપની આગેવાની હેઠળની એનડીએને દક્ષિણ ભારતના રાજ્યોમાં ફાયદો થઈ શકે છે. દક્ષિણ ભારતના રાજ્યમાં 57થી 65 બેઠક મળી શકે છે, જ્યારે કેરળ અને તમિલનાડુમાં પાર્ટી ખાતું ખોલાવી શકે છે, જ્યારે ઈન્ડિ ગઠબંધનને 59થી 66 સીટ મળી શકે છે અને અન્ય પાર્ટીને ચારથી સાત બેઠક મળી શકે છે. ભાજપ ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની તમામ સીટ પર જીતી શકે એટલે ક્લિનસ્વિપ કરી શકે. આ ઉપરાંત, ઉત્તરાખંડ, ગોવા અને ત્રિપુરામાં ક્લિનસ્વિપ કરી શકે છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 62થી 68 સીટ જીતી શકે છે. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલ, 26 એપ્રિલ, સાતમી મે, 13મી મે, 20મી મે, 26મી મે અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને પૂરું થયું.
એક્ઝિટ પોલના આંકડા જાણો
એજન્સી એનડીએ ઈન્ડિ અન્ય
ન્યૂઝ 18 355-370 125-140 45-52
રિપબ્લિક પી 359 154 30
ઈન્ડિયા ન્યૂઝ 371 125 47
એનડીટીવી 365 142 36
ન્યૂઝ નેશન 342-378 153-169 21-33
એબીપી 353-368 152-182 4-12
ટાઈમ્સ નાઉ 358 152 33
ટીવી 9 342 166 35
ન્યૂઝ 24 ચાણક્ય 400 107 38