July 1, 2025
ટોપ ન્યુઝરમત ગમત

આ Ex. Indian Cricketerએ કરી આત્મહત્યા? Anil Kumbleએ પોસ્ટ કરીને આપી માહિતી…

Spread the love

નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલાં ટી20-વર્લ્ડકપ-2024 (T20 Worldcup-2024) વચ્ચે ટીમ ઈન્ડિયા માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે ટીમ ઈન્ડિયાને ભૂતપૂર્વ ક્રિકેટર અને કર્ણાટક રણજી ટ્રોફીના પ્લેયર ડેવિડ જોન્હન્સને ગુરુવારે એક પ્રાઈવેટ એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. ડેવિડ ડિપ્રેશનમાં હતો અને એને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો પણ એક અહેવાલમાં કરાઈ રહ્યો છે.

આ ઘટનાની માહિતી મળતાં જ કોથનૂર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ડેવિડના મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ માટે ક્રિસેન્ટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. 16મી ઓક્ટોબર, 1971ના થયો હતો અને તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફાસ્ટ બોલર તરીકે કરી હતી.

1996માં ડેવિડે ટીમ ઈન્ડિયા તરફથી ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું અને એ વખતે તેઓ બે ટેસ્ટ મેચ રમ્યા હતા. પોતાની આશાજનક શરૂઆત અને ઉલ્લેખનીય ગતિ છતાં તેમને નિરંતરતા અને ફિટનેસની સાથે સંઘર્ષ કરવો પડ્યો, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના અવસર સીમિત રહી ગયા હતા.

અનિલ કુંબલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ દુઃખદ સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. અનિલ કુંબલેએ ડેવિડ જોન્સનના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, મારા ક્રિકેટના સાથી ડેવિડ જોન્સનના નિધનના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

;

અત્રે ઉલ્લેખનીય છે કે ડેવિડ જોહ્ન્સને કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યાં તેને ઘણી બધી સફળતા મળી હતી. એટલું જ નહીં પણ તેમણે પોતાની ટીમને બોલિંગમાં એક અલગ મજબૂતી આપી હતી. ક્રિકેટની દુનિયાને અલવિદા કહ્યાં બાદ પણ તેણે યુવા ક્રિકેટરોને કોચિંગ આપવાનું ચાલું રાખ્યું હતું.

જોકે, ડેવિડે આત્મહત્યા કરી છે કે કોઈ અકસ્માતે તેને જીવ ગુમાવવો પડ્યો છે એ એક વણઉકેલાયેલું રહસ્ય જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!