July 1, 2025
ટોપ ન્યુઝ

મહિલા અનામતનો ખરડો પસાર થયા પછી પણ મહિલાઓ ચૂંટણી લડવામાં સશક્ત નહીં?

Spread the love

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે, જ્યારે બાકી બે તબક્કાનું મતદાન 25મી મેના શનિવારે ને સાતમા તબકકાનું પહેલી જૂનના થશે. 17મી લોકસભાની ચૂંટણીમાં 543 બેઠક પર 8,360 ઉમેદવાર મેદાનમાં છે, 1996 પછીની ચૂંટણી પછી સૌથી વધુ ઉમેદવાર ચૂંટણીના સંગ્રામમાં નસીબ અજમાવ્યું છે. 2019ની ચૂંટણીમાં 8,039 ઉમેદવાર મેદાનમાં હતા, તેથી આ વર્ષે 321 ઉમેદવાર વધુ છે. 2019ની તુલનામાં આ ચૂંટણીમાં 3.99 ટકા વધારે ઉમેદવાર ઊભા રહ્યા છ
સત્તાવાર આંકડા પરથી એક તારણ કાઢવામાં આવ્યું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે, જેમાં પાંચ તબક્કામાં મતદાન પૂરું થયું છે. સાત તબક્કાની ચૂંટણીમાં પુરુષોની તુલનામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પહેલી લોકસભાની ચૂંટણીની તુલનામાં વધારે જોવા મળતું નથી એ ચોંકાવનારી વાત છે, એમ ચૂંટણી વિશ્લેષકે જણાવ્યું હતું.
ચૂંટણી પંચના અહેવાલ અનુસાર 19 એપ્રિલના પહેલા તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠક પર મતદાન થયું હતું પહેલા તબક્કામાં 1,625 ઉમેદવાર મેદાનમાં હતા, જ્યારે બીજા તબક્કામાં 89 બેઠક પર 1,198, ત્રીજા તબક્કામાં (96 બેઠક પર) 1,352, ચોથા તબક્કામાં (10 રાજ્યની 96 બેઠક પર) 1,717 ઉમેદવાર, પાંચમા તબક્કામાં (49 બેઠક પર) 695 ઉમેદવાર મેદાનમાં હતા, જ્યારે છઠ્ઠા અને સાતમા તબક્કામાં અનુક્રમે 869 અને 904 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. ચોથા તબક્કામાં 1,717 ઉમેદવાર સાથે સૌથી વધુ ઉમેદવાર મેદાનમાં હતા.
એક અંદાજ અનુસાર લોકસભાની ચૂંટણી લડનારા ઉમેદવારની સંખ્યા 1952માં 1,874 હતી, જે 2024માં ચાર ગણી વધીને 8,360 થઈ છે. 1952માં દેશમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી યોજવામાં આવી હતી, જ્યારે એની તુલનામાં પ્રત્યેક મતદારક્ષેત્રમાં ઉમેદવારની સરેરાશ સંખ્યા 4.67થી વધીને 15.39 થઈ છે.
1977માં છઠ્ઠી લોકસભાની ચૂંટણીના અંત સુધીમાં સરેરાશ પ્રત્યેક લોકસભાની સીટ પર ફક્ત ત્રણથી ચાર ઉમેદવાર ચૂંટણી લડતા હતા, પરંતુ છેલ્લી અનેક ચૂંટણીમાં દેશભરમાં પ્રત્યેક ચૂંટણીના મતદારક્ષેત્રમાં 14.8 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઊભા રહે છે. છેલ્લા અનેક વર્ષોમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે.
આ વર્ષે ચોંકાવનારી બાબત એ છે કે મહિલા ઉમેદવારની સંખ્યા ઓછી છે. પુરુષોની તુલનામાં મહિલા ઉમેદવારોની સંખ્યા 10 ટકા ઓછી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અનુસાર 8,337 ઉમેદવારનું વિશ્લેષણ કર્યું હતું. આ વખતે 797 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે, જે સાત તબક્કાની ચૂંટણીમાં ઊભા રહેલા કુલ ઉમેદવારની સંખ્યાના 9.5 ટકા પ્રમાણ છે. લોકસભામાં એક તૃતિયાંશ મહિલા અનામતનો ખરડો પસાર કર્યાના પહેલી ચૂંટણી પછી પણ મહિલાઓનું પ્રભુત્વ વધ્યું નથી. આ વખતે પહેલા તબક્કામાં 135, બીજા તબક્કામાં 100, ત્રીજા તબક્કામાં 123, ચોથામાં તબક્કામાં 170, પાંચમા તબક્કામાં 82, છઠ્ઠા તબક્કામાં 92 મહિલા, જ્યારે સાતમા તબક્કામાં 95 મહિલા ઉમેદવાર મેદાનમાં છે.
લોકસભાની ચૂંટણી લડનારામાં મહિલાઓની સંખ્યા ઓછી છે, જ્યારે સૌથી વધુ સંખ્યા તો 1952માં હતી. દેશની પહેલી લોકસભાની ચૂંટણીમાં 1,874 મહિલા મેદાનમાં હતી. પહેલી લોકસભાની ચૂંટણીમાં 2024માં પણ એક હજારથી પણ વધુ મહિલાનું ઓછું પ્રતિનિધિત્વ જોવા મળે છે ચોંકાવનારી વાત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!