જય શ્રીરામઃ યુરોપિયન સ્પેસ એજન્સીએ રામસેતુની તસવીર મોકલીને દિલ જીત્યું
યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા રામ સેતુની તસવીર મોકલવામાં આવી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા યૂઝરે તેના અંગે મજેદાર પ્રતિક્રિયાઓ આપી હતી. યુરોપિયન સ્પેસ એજન્સી (યુએસએ)એ આ તસવરી કોપરનિકસ સેન્ટિનસ-2 સેટેલાઈટ મારફત ખેંચવામાં આવી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચેના રામસેતુને લઈને રિસર્ચ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેની વચ્ચે યુરોપિયન એજન્સીએ તસવીર ભારતને મોકલી આપી છે. આ તસવીરમાં ભારતના રામેશ્વર ટાપુથી શ્રીલંકાના મન્નાર ટાપુ એકબીજાને જોડતા નજરે પડે છે, જ્યારે બંને વચ્ચે ટાપુ વચ્ચે લગભગ 48 કિલોમીટરનું અંતર છે.
આધુનિક યુગમાં આ સેતુને એડમ બ્રિજથી ઓળખવામાં આવે છે. આ પુલને લઈને અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક વાયકા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન રામ સીતામાતાની શોધમાં લંકાની શોધ કરી હતી. લંકા પહોંચવા માટે વાનર સેનાની મદદથી ભગવાન રામે લંકા પર ચઢાઈ કરી ત્યારે આ પુલનું નિર્માણ કર્યું હતું.
યુરોપિયન અંતરિક્ષ એજન્સી દ્વારા રામ સેતુની મોકલવામાં આવેલી તસવીરથી જાણવા મળે છે, જેમાં અમુક જગ્યાએ રેતનો પણ ભાગ છે, જેના પર નાના-મોટા ટેકરા પણ આવેલા છે, જ્યારે દરિયાનું પાણી પણ છીછરું છે. આ પાણીનું ઊંડાણ પણ લગભગ એક મીટરથી દસ મીટરની વચ્ચેની છે. આજે અહીં રેલવે અને રસ્તા એમ બંને રીતે પુલથી જોડવામાં આવેલો ભાગ છે.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર શ્રીલંકાની વચ્ચે પુલનું નિર્માણ થયું હતું અને આ પુલના પથ્થર તરતા હતા. આ ચુનાના પથ્થર અને જ્વાળામુખીના લાવાથી બનેલા છે, જે અંદરથી ખોખલા અને તેમાં નાના નાના છિદ્રો હોય છે. ઉપરાંત, તેમાં ધનત્વ ઓછું હોવાના કારણે તે પાણીમાં તરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે 500 વર્ષ પૂર્વે આ પુલ સમુદ્રની ઉપર તરતો હતો, પરંતુ કુદરતી આફતોને કારણે તેના સ્ટ્રકચરમાં ફેરફાર થયો હતો અને પછીથી પાણીમાં ગરકાવ થયો હતો.
યુરોપિયન સ્પેસ એજન્સીએ પુરાવા આપતા નિર્દેશ કર્યો છે કે આ પુલ ભારત અને શ્રીલંકાને જોડતો મહત્ત્વનો અવશેષ છે. એને ઐતિહાસિક રેકોર્ડ ગણાવતા કહ્યું કે આ પુલ પંદરમી સદી સુધી એનો ઉપયોગ કરવામાં આવતો હતો.