શેર યા સવાશેરઃ દે ધનાધન, બે અઠવાડિયાથી આ શેરના ભાવમાં રહી છે અપર સર્કિટ…
મુંબઈઃ મુંબઈ સ્ટોક એક્સેન્જ માર્કેટમાં અત્યારે એક શેરની બોલબાલા છે. એક એનાલિસિસ પ્રમાણે શેરના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. એક તરફી રેલીના કારણે શેરનો ભાવ ઐતિહાસિક સપાટી પાર કરી છે અને એ શેરનું નામ છે એરાયા લાઈફસ્પેસીસ. એરાયા લાઈફસ્પેસીસ કહો કે એરાયા ગ્રુપના શેરના ભાવમાં 14 દિવસથી અપર સર્કિટ જોવા મળે છે. કંપનીનો શેર 26 ઓગસ્ટ, 2024ના 801 રુપિયાના મથાળે હતો, જે 16 સપ્ટેમ્બરે એટલે ગઈકાલે 1,620 રુપિયાના મથાળે બંધ રહ્યો છે. સ્ટોકમાર્કેટમાં પણ એકંદરે તેજી જોવા મળે છે ત્યારે માર્કેટમાં અમુક શેરના સોનાની લગડી સાબિત થઈ રહ્યા છે.
બીએસઈ પર XT ગ્રુપ અન્વયે શેરનું ટ્રેડિંગ થાય છે
ખૂલતા માર્કેટમાં સોમવારે એરાયા લાઈફસ્પેસીસના શેરના ભાવમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જે 1,620 રુપિયાની સપાટીએ પહોંચ્યો છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં કંપનીના શેરના ભાવમાં 100 ટકાથી ઉછાળો રહ્યો છે. ગયા મહિનાની 26મી ઓગસ્ટના શેરનો ભાવ 801.05 રુપિયાનો ભાવ હતો, જે 16મી સપ્ટેમ્બરે 1,600 રુપિયાના મથાળે બંધ રહ્યો હતો. એરાયા લાઈફસ્પેસીસના શેરનો ભાવ મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર હાલમાં એક્સટી (XT) ગ્રુપ અન્વયે ટ્રેડિંગ કરે છે, જ્યારે હજુ આ શેર એનએસઈ (નેશનલ સ્ટોક એક્ચેન્જ) પર લિસ્ટેડ નથી.
એરાયા લાઈફસ્પેસીસના ભાવમાં વર્ષમાં 1293 ટકાનો ઉછાળો
એરાયા લાઈફસ્પેસીસ (Eraaya Lifespaces)ના શેરના ભાવમાં એક વર્ષમાં 5770 ટકાની જોરદાર તેજી જોવા મળી છે. કંપનીના શેર 18મી સપ્ટેમ્બર 2023ના 27.60 રુપિયાનો ભાવ હતો, જે અત્યારે એટલે લખાયા તારીખના ભાવ 1620 રુપિયાનો ભાવ હતો. આ વર્ષે અત્યાર સુધીમાં એરાયા લાઈફસ્પેસીસના શેરના ભાવમાં 1293 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે પહેલી જાન્યુઆરી, 2024ના શેરનો ભાવ 116 રુપિયાનો ભાવ હતો. સપ્ટેમ્બર 2024ના 1,600 રુપિયા પાર કર્યો હતો. છેલ્લા છ મહિનામાં એરાયા લાઈફસ્પેસીસના શેરના ભાવમાં 381 ટકાની તેજી જોવા મળી છે, જ્યારે શેરનો બાવન સપ્તાહના તળિયાની સપાટી 25.04 રુપિયાએ હતો.
માર્કેટમાં કંપનીની ડીલની ચર્ચા
એરાયા લાઈફસ્પેસીસે 30 ઓગસ્ટના જાહેરાત કરી હતી કે કંપનીએ ઈબિક્સ ઈન્ક અને તેની ગ્લોબલ સબ્સિડિયરીઝના અધિગ્રહણ માટે 151.57 મિલિયન ડોલર (1273 કરોડ રુપિયા)માં પેમેન્ટ કર્યું હતું. એની સાથે EBix Inc & તમામ ગ્લોબલ સબ્સિડિયરીઝ માટે એરાયા લાઈફસ્પેસીસ હોલ્ડિંગ કંપની હશે. અધિગ્રહણ જૂન, 2024ના સફળ બિડ પછી થયું હતું. એરાયા લાઈફસ્પેસીસના શેરના બે વર્ષમાં 19,635 ટકા તેજી જોવા મળી છે, જ્યારે કંપનીનો શેરનો ભાવ 8.21 ભાવથી વધીને 1,620.20 રુપિયાના મથાળે રહ્યો છે.
(અહીંના લેખ-ન્યૂઝ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)