EPFOના આ એક નિર્ણયને કારણે 6 કરોડ PF Account Holderને થશે મોટો ફાયદો…
નવી દિલ્હીઃ નોકરી કરી રહેલા મધ્યમ વર્ગના માણસને એક જ વસ્તુની ચિંતા હોય છે અને એ એટલે એક તો પેન્શન અને બીજું PF એકાઉન્ટની. મધ્યમ વર્ગના લોકોની આ જ બાબતને ધ્યાનમાં લઈને ઈપીએફઓ (EPFO) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક નિર્ણયને કારણે 6 કરોડ ખાતાધારકોને ફાયદો થશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.
ઈપીએફઓ દ્વારા લેવાયેલા નવા નિર્ણય વિશે વાત કરીએ તો પીએફ એકાઉન્ટહોલ્ડર હવે શિક્ષણ, લગ્ન, ઘર ખરીદવાથી લઈને માંદગીમાં સારવાર કરાવવા જેવા કારણો માટે તાત્કાલિક પૈસા ઉપાડવાની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર માંદગી માટે જ આ રીતે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાતા હતા.
ઈપીએફઓ દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આત્યર સુધી માત્ર માંદગીના કારણોનુસાર જ પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાતા હતા પણ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા ફેરફાર અનુસાર હવે પીએફ એકાઉન્ટ હોલ્ડર લગ્ન, શિક્ષણ કે ઘર ખરીદવા માટે પણ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં આ ખાતામાંથી ખતાધરકો માટે પૈસા ઉપાડવાની મર્યાદા 50,000 રૂપિયા જેટલી જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હવે ખાતાધારક 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશે.
EPFO દ્વારા આ સુવિધા નોકરિયાત વર્ગની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આપવામાં આવી છે. પીએફ ઓફિસના કર્મચારીઓ આવેલી એપ્લિકેશનને ડિજિટલી વેરીફાઈ કરીને અપ્રુવલ આપવામાં આવશે, એવું પણ ઈપીએફઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મળી રહેલી માહિતી અનુસાર 2023-24માં EPFO દ્વારા 4.45 કરોડ ક્લેઈમ પાસ કર્યા હતા. જેમાંથી 60 ટકાથી વધુ ક્લેઈમ એટલે કે 2.84 કરોડ લોકોએ માંદગી, લગ્ન કે પછી શૈક્ષણિક કારણોનુસાર અરજી કરી હતી.
ટુંકમાં કહેવાનું થાય તો હવેથી તમે પણ તમારા પીએફ એકાઉન્ટમાંથી લગ્ન, માંદગી, એજ્યુકેશનલ કે ઘર ખરીદવા જેવા કારણો માટે 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકો છો. EPFOના આ નવા નિર્ણયને કારણે ચોક્ક્સ જ 6 કરોડ પીએફ એકાઉન્ટહોલ્ડર્સને તેનો ફાયદો મળશે.
