TMKOCના આ કલાકારના જીવનમાં થઈ Someone Specialની Entry? Mystery Girl સાથે પોસ્ટ કર્યો વીડિયો…
લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmaah)માં ટીપેન્દ્ર જેઠાલાલ ગડા ઉર્ફે ટપ્પુનો રોલ કરનાર રાજ અનડકટ (Raj Andakat)ના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે અને રાજે ખુદ આ સમાચાર સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા છે.
જોકે, રાજે હજુ સુધી આ મિસ્ટ્રી ગર્લનો ચહેરો તો નથી દેખાડ્યો પણ એની સાથે સાથે જ તે કોણ છે અને તેનું નામ શું છે એ તમામ વિગતો સિક્રેટ રાખ્યું છે. રાજ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે રાજ કોઈને ડેટ કરી રહ્યો છે અને તેના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યુંછે કે રાજ એક ડાયરીનું પાનું ખોલે છે અને એમાં લખેલું છે તું એન્જલ છે અને તને મળવું એ મારા માટે એક જાદુ સમાન છે. રાજે આ મિસ્ટ્રી ગર્લનો ચહેરો નથી દેખાડ્યો એટલે ફેન્સ જાતજાતની અટકળો લગાવી રહ્યા છે.
પરંતુ હકીકતમાં એવું કશું જ નથી. આ તો સિંગર શાનના દીકરા માહીનું ગીત જાદુગરી લોન્ચ થવા જઈ રહ્યું છે, જેમાં જ રાજ પ્રેમમાં ડૂબેલો દેખાડવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ રાજ અનડકટ અને તેની સાથે જ TMKOCમાં બબીતાજીનો રોલ કરનાર એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે જોડાઈ ચૂક્યું છે અને એ સમયે એવી વાતો પણ ચાલી રહી હતી કે બંને જણે સગાઈ કરી લીધી છે એના સમાચાર સાંભળવા મળ્યા હતા. જોકે, બાદમાં આ સમાચાર ખોટા હોવાનું જાણવા મળ્યું હતું.
