એન્જિનિયર્સ ડે: કર્ણાટકના ‘ભગીરથ’ સર એમ. વિશ્વેશ્વરૈયા, જેમણે ભારતમાં કર્યો ચમત્કાર
સર એમ. વિશ્વેશ્વરૈયા: એક એન્જિનિયર, જેમણે પોતાના જ્ઞાન અને મહેનતથી ભારતને આધુનિકતા તરફ વાળ્યું
ભારતમાં દર વર્ષે પંદરમી સપ્ટેમ્બરના એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની જયંતીની રાષ્ટ્રીય સ્તરે સેલિબ્રેશન કરવામાં આવે છે, જેઓ સફળ એન્જિનિયર નહોતા, પરંતુ દૂરંદેશી યોજનાકાર હતા. બીજી મહત્ત્વની વાત એમને સાબિત કરી હતી કે ફક્ત પુસ્તકિયા જ્ઞાનથી નહીં, પરંતુ સખત મહેનત અને જિજ્ઞાસાથી સપળતા પ્રાપ્ત કરવામાં આવે છે. આ જ એન્જિનિયરની અંગ્રેજોએ મજાક ઉડાવી હતી અને એમને જ તેમનું સન્માન કર્યું હતું તેમને કર્ણાટકના ભગીરથ પણ કહ્યા હતા અને એમનું શું યોગદાન રહ્યું હતું એની વાત કરીએ.
મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો જન્મ પંદરમી સપ્ટેમ્બર 1861નો કર્ણાટકનો ચિક્કબલ્લાપુર જિલ્લામાં થયો હતો. સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મોક્ષગુંડમની ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. સખત પરિશ્રમ અને લગનને લઈ તેમને સેન્ટ્રલ કોલેજ બેંગલોરમાં અભ્યાસ કર્યો અને પુણે કોલેજમાં એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવતા સખત મહેનત કરીને આગળ આવ્યા હતા.
શરુઆતના દિવસોમાં અંગ્રેજો તેમની પ્રતિભાને ઓછી આંકતા હતા અને એક વખત તેમની કુશળતાને ઓછી આંકતા ખોટા સાબિત કર્યા હતા. એક વખતે રાતના સમયે ટ્રેનમાં પ્રવાસ કરતા હતા ત્યારે મોટી સંખ્યામાં અંગ્રેજો હતા. તેઓ ચૂપચાપ બેઠા હતા અને અચાનક ચેઈન પુલિંગ કર્યું હતું અને ટ્રેન ઊભી રહી ગઈ હતી. વાસ્તવમાં રેલવે ટ્રેક પર અસામાન્ય અવાજ સાંભળીને ચેઈન પુલિંગ કર્યું હતું, પણ એ વાતથી અજાણ અંગ્રેજોએ તેમને અભણ બ્રાહ્ણણ કહીને ઉતારી પાડ્યા હતા. મૂળ વાતની જાણ થયા પછી રેલવેના પાટામાં તિરાડ આવી હોવાની જાણ થયા પછી વિશ્વેશ્વરયા સાચા પુરવાર થયા અને રેલવેને મોટા અકસ્માતમાંથી ઉગારવાને કારણે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
કર્ણાટકના ભગીરથે દેશને શું શું આપ્યું?
કર્ણાટક માટે તેમને અનેક કામ કર્યા હતા, જે દેશ માટે પણ મહત્ત્વના સાબિત થયા હતા. તેમની સિદ્ધિ પૈકી એક તો કૃષ્ણરાજ સાગર ડેમનું નિર્માણ કર્યું હતું, જેમાં ઓટોમેટિક સ્લુઈસ ગેટ સિસ્ટમનો દુનિયામાં પહેલી વખત ઉપયોગ કર્યો છે, જે ક્રાંતિકારી સાબિત થયો. મિકેનિકલ સિંચાઈ પદ્ધતિ અને જળ વ્યવસ્થાપન યોજનાએ કમાલ કરી હતી. મૈસુર રાજ્યને આધુનિક બનાવ્યું, જ્યાં શિક્ષણ, બેકિંગની શરુઆત કરી.
મૈસુરમાં આયરન અને સ્ટીલના ઉદ્યોગોનું નિર્માણ કર્યું હતું. સોપ ફેક્ટરી, એરક્રાફ્ટ ફેક્ટરી અને યુનિવર્સિટી ઓફ મૈસુરના પાયા નાખ્યા હતા. રાજ્યની નદીઓ, નહેરો અને સિંચાઈ યોજનાઓને ખેતરો સુધી પહોંચાડ્યા હતા, જેથી તેમને કર્ણાટકના ભગીરથ કહ્યા હતા. પૂર નિયંત્રણ યોજના બનાવી, જેનો કર્ણાટક જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અમલ કર્યો. બિહાર, મહારાષ્ટ્ર માટે પણ તેમને મહત્ત્વનું કામ કર્યું હતું. તેમના માર્ગદર્શનમાં મુંબઈ અને પુણે જેવા શહેરો માટે પાણી પુરવઠા અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો લાવ્યો હતો. તેમની પ્રામાણિકતા અને દૂરંદેશી અંદાજનું એન્જિનયરિંગ ક્ષેત્રે વિશેષ મહત્ત્વ આંકવામાં આવે છે.
