પેંગવિન પછી વાનરના બચ્ચાએ દિલ જીતી લીધા, કોઈ રડીને પણ હસી પડ્યાં…
જાપાનના ઝૂમાં માતાએ તરછોડેલા ‘પંચ’ નામના વાનરનો ભાવુક વીડિયો વાઈરલ

માનવજગતમાં સૌથી વધુ નિર્દોષ હોય તો એ બાળક છે. માનવજાતની સાથે સાથે જાનવરોમાં પણ એવું જોવા મળે છે. અગાઉ એકલા પેંગવિનના વીડિયો અંગે લોકોમાં કૌતુક જગાવ્યું હતું હવે વાનરના બચ્ચાએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીત્યું છે. જાપાનના ઈચિકાવા સિટી ઝૂમાં 26 જુલાઈ 2025માં એક વાનરે બેબીને જન્મ આપ્યો અને એના પછી વાનરે એને છોડી દીધું હતું અને એનું નામ રાખવામાં આવ્યું હતું ‘પંચ’.
કહેવાય છે કે એ નાનું હતું ત્યારે તેને એવી ઈચ્છા હતી કે તેની સાથે કોઈ રમે તેને પ્રેમ કરે, પંપાળે યા સહારો આપીને ગળે ભેટી પડે પણ એમ થયું નહીં. તેથી ઝૂના અધિકારીએ તેને સોફ્ટ ટોય આપ્યું હતું, પછી શું એ ટોય આપ્યું એને એવી મોજ પડી કે કોઈની ખોટ સાલી નહીં એ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે.
કહેવાય છે કે બાળક નાનું હોય તો તેની માતા પાસે જતા હોય છે, પરંતુ પંચના કિસ્સામાં કંઈક અલગ થયું હતું. જ્યારે તેની માતા પાસે ગયું ત્યારે તેને ભગાડી દેવામાં આવ્યું હતું. પછી એ વાનરના બચ્ચાને સોફ્ટ ટોય આપ્યું તો એની પાસે રમવા લાગ્યું હતું. સોફ્ટ ટોય સાથે રમવાનું લોકોને આશ્ચર્ય પણ થયું અને કોઈની આંખમાં આંસુઓ પણ આવી ગયા. લોકો તેના અંગે રિએક્ટ કરવા લાગ્યા હવે આ જ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયો અંગે એક યૂઝરે લખ્યું કે હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી તારી સાથે રહીશ.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે પંચ સોફટ ટોય સાથે એ રીતે રમતું હતું કે એને કોઈની જરુર નથી. પોતાના ભાઈબહેનના માફક તેની સાથેની મસ્તી અને તેને ભેટી પડીને પ્રેમ વરસાવે છે અને તેને ઢસડીને તેના પર બેસીને એટલી મસ્તી કરે છે જેને જોઈને ઝૂના વાનરોને પણ આશ્ચર્ય થયું હતું. જોકે છેવટે બચ્ચું ટોય પાસે રમ્યા પછી માતા પાસે જઈને ભેટી પડ્યું હતું. લોકોએ એમ પણ લખ્યું દુનિયામાં ક્યારેક લોકો પોતાના લોકો સાથે જ સારી રીતે રહી શકતા નથી. ભાવુક વીડિયોને જોઈને લાખો લોકોને જીવનને આગવા દૃષ્ટિકોણથી જીવવાની પણ પ્રેરણા મળી છે.
એક બાજુ જ્યાં દુનિયામાં એઆઈ માનવી પાસેથી હ્યુમન ઈમોશન છીનવી રહ્યા છે ત્યારે આ વાનરના બચ્ચાએ દુનિયાને રિયાલિટી ચેક કર્યા વિના જે મળે એની સાથે પણ તમે મોજથી રહી શકો છો. અહીં એ જણાવવાનું કે અગાઉ એક પેન્ગવિનનો વીડિયો વાયરલ થયો હતો. નિહિલિસ્ટ પેન્ગિવિને પોતાની સુરક્ષા, ખાણીપીણી અને દોસ્તના બદલે પહાડોમાં જવાનું પસંદ કર્યું હતું. આખી દુનિયા માટે આ વીડિયો જાણે અલગ મેસેજ આપનારો હતો. હવે તમે પણ નક્કી કરી લો વાનરના બચ્ચા પાસેથી શું શીખવા જેવું છે?
