June 30, 2025
ટ્રાવેલ

વિન્ટર વેકેશનને યાદગાર બનાવવું છે આ ટ્રિપ પર ઉપડી જાઓ…

Spread the love

શિયાળામાં નવેમ્બર-ડિસેમ્બર યા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેકેશનનો અવકાશ રહે છે. સ્કૂલ-કોલેજમાં રજાઓની શક્યતાને કારણે તમે એનો ફાયદો ઉઠાવી શકો છે. રજાઓના સદુપુયોગ માટે તમે ફરવાનું વિચારતા હો તો એમાં ખોટું નથી. ઓછા બજેટમાં તમે ફરવાનું વિચારતા હો તો ચોક્કસ એવા સ્પોટની પસંદગી કરવી કે જે તમને અને તમારા પરિવારને પણ મજા આવે. જો એકલા હોય કે પછી ફેમિલી સાથે ફરવાનું વિચારતા હો અને ઈન્સ્ટન્ટ બુકિંગની ઝંઝટમાં ના પડવું હોય તો બાય રોડનો વિકલ્પ વિચારી શકો છો.

નવેમ્બરથી માર્ચ મહિના ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે, જેમાં નોર્થથી લઈને વેસ્ટ-ઈસ્ટમાં ખતરનાક ઠંડી પડે છે. મિડલ ઈન્ડિયામાં ફરવાનું વિચારો તો તમને ફરવાની મજા પણ આવે છે, તેમાંય વળી તમે જો નેચરના શોખીન હો તો તમને ઔર મજા આવે છે. દરિયા-નદી કિનારાના સનરાઈઝ-સનસેટનો લાભ લઈ શકો છો, તેમાંય વળી તમે ફોટોગ્રાફીનો શોખ ધરાવતા હોય તો તમને ફોટોગ્રાફી કરવાની મજા પડે છે.

સૌથી પહેલા વાત કરીએ તો મુંબઈ-ગોવા-ગોકર્ણાની ટ્રિપ પર પણ જઈ શકો છો. નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન તમે મુંબઈથી ગોવાની ટ્રિપ કરી શકો છો. બાય રોડ ટ્રિપ પર જવા માટે તમે કોઝીકોડ-કોચી-એલેપ્પી અને વર્કલા કરી શકો છો.

નવેમ્બર-ડિસેમ્બરમાં તમે કેરળ જવાનું વિચારો તો પણ બેસ્ટ રહે છે. ચોમાસા પછીની ગ્રીનરી તમારું મન મોહી લે છે, જ્યારે સુંદર-સ્વચ્છ દરિયા કિનારા તેની સુંદરતામાં ઔર વધારો કરે છે. કોચીથી એલેપ્પી જતી વખતે વચ્ચે તમે વર્કલાને કવર કરવાનું ચૂકશો નહીં. તમે ડ્રાઈવિંગ કરતા હો તો પણ તમને થાકનો અહેસાસ થશે નહીં. એની વચ્ચે તમે ફોટોગ્રાફી કરવાનું પણ ચૂકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!