WhatsAppને લઈને Elon Muskએ કહ્યું કંઈક એવું કે સાંભળીને ચોંકી ઉઠશો…
મુંબઈ: WhatsAppએ આજકાલની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યુ છે પણ હાલમાં જ માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (પહેલાંનું ટ્વીટર)ના ફાઉન્ડર એલોન મસ્કે વોટ્સએપને લઈને એવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે જે સાંભળ્યા બાદ કદાચ વોટ્સએપના કરોડો યુઝર્સની જેમ તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે આ ચોંકાવનારી માહિતી-
મળી રહેલી માહિતી પ્રમાણે એલોન મસ્કે WhatsApp પર ડેટા બ્રીચનો આક્ષેપ મૂક્યો છે. મસ્ક દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ બાદ હવે ફરી એક વખત વોટ્સએપની સિક્યોરિટી અને સેફ્ટી સામે ફરી એક વખત ગંભીર સવાલો ઉપસ્થિત થયા છે.
એલોન મસ્કે મેટા માલિકી હેઠળની આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર ગંભીર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે રોજ રાતે વોટ્સએપ યુઝર્સનો ડેટા એકસ્પોર્ટ કરે છે, પણ કેટલાક લોકો વિચારે છે કે વોટ્સએપ ખૂબ જ સુરક્ષિત છે. મસ્કના આ નિવેદન બાદ વોટ્સએપના કરોડો યુઝર્સ ચિંતામાં મુકાઈ ગયા છે.
એલન મસ્કે વોટ્સએપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વોટ્સએપ દ્વારા ચોરી કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ ટાર્ગેટ એડવર્ટાઈઝિંગ માટે કરવામાં આવે છે. તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે આ રીતે યુઝર્સને કંપની કસ્ટમર્સની જેમ નહીં પણ પ્રોડક્ટ કી તરીકે યુઝ કરે છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં એક્સ પર જણાવ્યું હતું કે વોટ્સએપ દરરોજ રાતે યુઝર્સનો ડેટા એકસ્પોર્ટ કરે છે અને કેટલાક લોકો એવું વિચારે છે કે વોટ્સએપ પ્રાઈવસી અને સેફ્ટીના મામલે એકદમ સુરક્ષિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મેટા કે વોટ્સએપ દ્વારા આ બાબતે કોઈ પણ ટિપ્પણી નથી આપી. જોકે આ પહેલી વખત નથી કે મસ્કે આ રીતે વોટ્સએપ પર આ રીતે કોઈ ગંભીર આક્ષેપ મૂક્યો હોય. ભૂતકાળમાં પણ તેઓ આ રીતે વોટ્સએપ પર ગંભીર આક્ષેપ કરી ચૂક્યા છે.