July 1, 2025
નેશનલ

પાંચમા તબક્કાના મતદાન પૂર્વે 8,000 કરોડની માલમત્તા જપ્ત, ગુજરાત અવ્વલ

Spread the love

75 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ રકમ-વસ્તુઓ જપ્ત કર્યાનો ચૂંટણી પંચનો દાવો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી ()ના પાંચમા તબક્કાના હવે માંડ એક દિવસ બાકી બચ્યો છે ત્યારે ચૂંટણી પંચે મતદારોને લલચાવવાની કોશિશ કરવા માટે ખાસ કરીને પૈસાની લેવડદેવડ રોકવા માટે સખત હાથે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના ભાગરુપે ચૂંટણી પંચે ગેરકાયદે પૈસા, નશીલા પદાર્થોને જપ્ત કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ચૂંટણી પંચે શનિવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં વિવિધ વસ્તુ જપ્ત કરવાનો આંકડો 8,889 કરોડને પાર થયો છે. આ વિવિધ વસ્તુમાં સૌથી વધુ નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે, જેની ટકાવારી 45 ટકા છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં ગુજરાતમાં સૌથી વધુ રિકવરી થઈ છે.

પૈસાની લાલચ કે આપનારા સામે ચૂંટણી પંચની કાર્યવાહીમાં 8,889 કરોડ જપ્ત કર્યા છે, જે અંગે ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણીના સમયમાં આ સંખ્યા વધીને 9,000 કરોડને પાર કરી જશે. આ રકમમાંથી 45 ટકા જપ્ત ડ્રગ્સ અને અને નસીલા પદાર્થોનું છે, જેના પર વિશેષ ચૂંટણી પંચનું ધ્યાન છે.

ચૂંટણી પંચના અહેવાલ ચૂંટણી પંચે પ્રલોભન યા લાલચ આપનારા સામે સખત કાર્યવાહી કરે છે, જેમાં ગેરકાયદે પૈસા, નસીલા પદાર્થો, કિંમતી વસ્તુઓને ખાસ કરીને જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત, બ્લેક મની સામેની કાર્યવાહીમાં નિયંત્રણ માટે અત્યાર સુધીમાં 8,889 કરોડ રુપિયાની રકમની વસ્તુ-પૈસા જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 45 ટકા જપ્ત કરવામાં આવેલી વસ્તુમાં નશીલી દવાનું પ્રમાણ છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત પછી એટલે પાંચમા તબક્કાના મતદાન શરુ થયા પહેલા 8,889 કરોડ રુપિયા જપ્ત કર્યા છે, જે 2019ની લોકસભા ચૂંટણી કરતા વધુ છે, જ્યારે એની રકમની સંખ્યા પણ વધી શકે છે, એવો ચૂંટણી પંચે દાવો કર્યો છે.

ચૂંટણી પંચની યાદી અનુસાર 8,889 કરોડ રુપિયાની વસ્તુમાં 849 કરોડની રોકડ પકડાઈ છે, જ્યારે 5.39 કરોડ લિટરનો 814 કરોડ રુપિયાનો લીકર જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1,260 કરોડ રુપિયાની મેટલ્સ વિવિધ વસ્તુ જપ્ત કરવામાં આવી છે.

ચૂંટણી પંચના અહેવાલ અનુસાર સૌથી વધુ રકમ-વસ્તુ જપ્ત ગુજરાતમાંથી કરવામાં આવી છે, ત્યારબાદદ રાજસ્થાન, પંજાબનો ક્રમ છે. ગુજરાતમાંથી 1,461 કરોડ, રાજસ્થાનમાં 1,133 કરોડ, પંજાબમાં 734 કરોડની રકમની વસ્તુ-પૈસા જપ્ત કરી છે. જપ્ત કરવામાં આવેલી વસ્તુની રકમનો આંકડો 75 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ છે, એવોચૂંટણી પંચે દાવો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!