Election Results: 2024માં ભાજપ-કોંગ્રેસનો કેટલો રહ્યો વોટ શેર?
2019ની તુલનામાં ભાજપનો વોટ શેર ઘટ્યો, કોંગ્રેસનો વધ્યો
નવી દિલ્હીઃ આ વખતની લોકસભાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા અને અનપેક્ષિત રહ્યા. 2019ની તુલનામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સૌથી મોટો ફટકો પડ્યો, જ્યારે એની તુલનામાં કોંગ્રેસ પાર્ટીને વધુ ફાયદો થયો. કોંગ્રેસે નાની નાની પાર્ટી સાથે ગઠબંધન કરીને ભાજપના નાકે દમ લાવી દીધો. ભાજપે એકલા સરકાર બનાવવા માટે જો અને તોના સમીકરણો તૈયાર કરવામાં આવ્યા છે પણ મતદાનના આંકડા રસપ્રદ છે.
લોકસભાની આ વખતની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 0.70 ટકાનો ઘટાડો થયો છે. 2024માં 36.6 ટકા રહ્યો છે, જ્યારે 2019માં 37.3 ટકા હતો, પરંતુ એની સામે બેઠકમાં 63 સીટનું ગાબડું પડ્યું છે. 2024માં ભાજપના ખાતામાં 240 બેઠક આવી છે, જ્યારે 2019માં 303 હતી.
કોંગ્રેસનો વોટ શેર 2014 અને 2019માં 19.5 ટકા હતો, જ્યારે આ વર્ષે અઢી ટકા વધ્યો છે. 2019માં કોંગ્રેસનો વોટ શેર 19.5 ટકા હતો, જે વધીને 21.2 ટકા થયો છે. અઢી ટકાના વધારામાં કોંગ્રેસની બાવનમાંથી 99 સીટ થઈ છે.
ભારતીય જનતા પાર્ટીને 2014ની તુલનામાં આ વખતે ભાજપના ખાતામાં 42 ઓછી બેઠક આવી છે. સીટ અને વોટ શેરની દૃષ્ટિએ ભાજપ માટે 2019નું વર્ષ સૌથી સારું રહ્યું હતું.ત્રણેય વર્ષની તુલનામાં 2019માં પાર્ટીનો વોટ અને સીટ બંને સૌથી વધુ હતા.
ભાજપનો વોટ શેર 1 ટકા ગબડ્યો છે, પરંતુ 2019ની તુલનામાં 63 સીટ ઘટી છે. 2019માં ભાજપને 303 બેઠક સાથે શાનદાર જીત મળી હતી. એની સામે કોંગ્રેસની બાવનમાંથી 99 સીટ થઈ છે. એ જ રીતે ભાજપ
લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિનું સારું પ્રદર્શન રહ્યું છે. 200થી વધુ સીટ જીતીને પણ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને પણ પડકાર ફેંક્યો છે. ઈન્ડિ ગઠબંધનને 234 સીટ મળી છે, જેમાં સૌથી વધુ 99 કોંગ્રેસની છે. ફક્ત કોંગ્રેસના મત હિસ્સાની વાત કરીએ તો અગાઉની તુલનામાં લગભગ ડબલ થઈ ગયો છે.
2019ની તુલનામાં 2024માં ભાજપને 1.1 ટકાનું નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર લગભગ અઢી ટકા વધ્યો છે. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર કોંગ્રેસે 21.2 ટકા વોટ મળ્યા છે, જ્યારે 99 બેઠક પર જીતી છે. 2019ના આંકડા કરતા 2.3 ટકા વધારે છે, જ્યારે 47 બેઠક વધારે મળી છે.
બીજા એક તારણ મુજબ 2014 અને 2019 વચ્ચે કોંગ્રેસના વોટ શેરનું 0.1 ટકાનું અંતર હતું, પરંતુ સીટ વધી હતી. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર કોંગ્રેસને 19.67 ટકા વોટ મળ્યા હતા, જ્યારે 52 સીટ પર જીત મેળવી હતી. બીજી બાજુ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેરમાં સામાન્ય અંતર હતું. આમ છતાં સીટમાં આઠ બેઠકનું અંતર હતું. 2014માં કોંગ્રેસને ફક્ત 44 બેઠક મળી હતી.