એલાને જંગઃ ચૂંટણી પંચ આજે મહારાષ્ટ્ર વિધાનસભાની જાહેર કરશે Election Date…
જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે ભારતીય ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરશે. આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજશે, જેમાં તારીખની જાહેરાત કરી શકે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળ એકનાથ શિંદે પછીથી અજિત પવાર જૂથ જોડાયા પછી નવી સરકારનું ગઠન કર્યું હતું. એના પછી શિંદે મુખ્ય પ્રધાન બન્યા પછી બાકી કાર્યકાળ પૂરો કરશે.
145 સીટ પ્રાપ્ત કરનારી પાર્ટીને મળશે સત્તા
મહારાષ્ટ્રમાં 288 બેઠકની વિધાનસભા માટે 145 સીટ જીત્યા પછી સરકાર બનાવવા માટે પાર્ટી પાત્ર બનશે. 2019માં યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 105 બેઠક પર જીત મળી હોવા છતાં મુખ્ય પ્રધાનપદ મળ્યું નહોતું. ઉદ્ધવ ઠાકરેની સેના સામે વિવાદ થયા પછી મહાવિકાસ આઘાડી ગઠબંધનના નેજા હેઠળ સરકાર બનાવી પણ આખરે એકનાથ શિંદેના સામર્થ્યથી તોડી અને ફરી શિંદેએ સરકાર બનાવી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 2019માં 56 સીટ, રાષ્ટ્રવાદી કોંગ્રેસને 54, કોંગ્રેસને 44, અપક્ષને 13 અને અન્ય પાર્ટીને 16 વિજય મળ્યો હતો.
હાલમાં 202 પાર્ટીવાળી મહાયુતિ સત્તામાં
પક્ષપલટાની વાત કરીએ તો એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવાની પરંપરા હજુ પણ ચાલુ છે, તેથી હાલમાં વિધાનસભાની સીટની વાત કરીએ તો 288 વિધાનસભામાં 202 સભ્યવાળી મહાયુતિ સત્તામાં છે. 102 ભાજપ, 40 શરદ પવારની એનસીપી, 38 એનસીપી, 38 શિવસેના અને 22 અન્ય નાના નાના પક્ષોના સભ્યો છે. વિપક્ષમાં કોંગ્રેસની 37, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 16, શરદ પવારની એનસીપીના 16 અને અન્ય 16 નાના પક્ષનો સમાવેશ થાય છે.
ભારતીય જનતા પાર્ટી 158 સીટ પર લડશે
ભાજપની આગેવાની મહાયુતિમાં સીટ વહેંચણી નક્કી છે, જેમાં 158 બેઠક પર ભાજપ લડી શકે છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 70 અને અજિત પવારની એનસીપી પચાસ સીટ પર લડશે. ગઠબંધનમાં હજુ મુખ્ય પ્રધાનના ચહેરાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણી સુધી તો એકનાથ શિંદે પર મહોર મારવામાં આવી છે.
ઝારખંડમાં 41 સીટ પર બહુમતી જરુરી
ઝારખંડમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને કહ્યું હતું કે ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના નેતૃત્વ હેઠળ આગામી વિધાનસભાની તમામ સીટ પર ચૂંટણી લડશે. ઝારખંડની વાત કરીએ તો 81 બેઠક પર સત્તા માટે 41 સીટ પર બહુમતી મેળવવાની રહેશે. અગાઉની ચૂંટણીમાં જેએમએમ 40, ભાજપને 25, કોંગ્રેસને 16, જેવીએમને ત્રણ, એજેએસયુપીને બે, અપક્ષને બે અને અન્ય પાર્ટીના ઉમેદવારને ત્રણ બેઠક પર જીત મળી હતી.