સુરતમાં મંદિર બહાર કારચાલકે વૃદ્ધાને કચડી નાખતા થયું મોત
સુરતઃ ગુજરાતના સુરતમાં એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે. સુરતના વેસુ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર વૃદ્ધ મહિલાને કારચાલકે કચડી નાખ્યા હતા. આ બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ અકસ્માત પછી કારચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
આ બનાવની જાણ આસપાસના લોકોને થયા પછી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત મહિલાને ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વૃદ્ધ મહિલાને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. આ બનાવમાં પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિરના પાછળ રહેનારા ગંગાબા મંદિરના દરવાજે બેસતા હતા. મંદિરમાં મળતી ભિક્ષાથી જીવન પસાર હતા. ગુરુવારે મંદિરના દરવાજા પર બેઠા હતા, ત્યારે એક કારચાલકે નિયંત્રણ ગુમાવતા ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધાને જોરદાર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે મોત થયું હતું.
આ બનાવ ગુરુવારે સવારના નવ વાગ્યાને 54 મિનિટના સુમારે બન્યો હતો. વૃદ્ધા મંદિરના દરવાજા પર બેઠા હતા ત્યારે એક સિલ્વર કલરની કારે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને મંદિરના દરવાજાને ટક્કર મારી હતી. આ અકસ્માત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જેમાં અકસ્માત પછી કારચાલક ભાગી ગયો હતો. જોકે, ઘટનાનું સીસીટીવી ફૂટેજ વાઈરલ થયા પછી ગાડીની નંબરપ્લેટના આધારે કારચાલકને પકડ્યો હતો
અકસ્માતના કારચાલકની કારનો નંબર જીજે05 જેએસ 2053ના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ગાડીના માલિક પ્રકાશ અગ્રવાલની પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. પોલીસે બીએનએસની કલમ 281, 125એ, 1252, 106 અન્વયે કેસ નોંધીને આરોપી પ્રકાશ અગ્રવાલની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
