આજે સંકષ્ટી ચતુર્થીઃ ગણપતિ બાપ્પાની પૂજા કરો લાભમાં રહેશો
વૈદિક પંચાગ અનુસાર જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને આજે એકદંત સંકષ્ટી ચતુર્થી મનાવવામાં આવે છે. આજના દિવસે ગણારાયાની પૂજા કરવાથી લાભ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આજે ગણેશજીની પૂજા કરવાથી જીવનમાંથી વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. અમુક લોકો આજના દિવસે ઉપવાસ પણ કરે છે અને ચંદ્રમાની પૂજા કરે છે.
26મી મેના દિવસે એકદંત સંકષ્ટી ચતુર્થી મનાવાય છે. શુભ મુર્હૂતમાં ગણેશજીની પૂજા કરવાથી બાપ્પાની કૃપા રહે છે. આજના દિવસે તમે શું કરશો એ જણાવીએ.
હિંદુ પંચાગ અનુસાર જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીની શરુઆત 26મી મેના રવિવારે સવારના છ વાગ્યાથી છ મિનિટથી થશે, જ્યારે આ સમાપન 27મી મેના સાંજના ચાર વાગ્યાને 53 મિનિટે થશે. જેટ મહિનાની સંકષ્ટીનો ઉપવાસ 26મી મેના રવિવારે રાખી શકશો, કારણ કે ચંદ્રોદય 26મી મેના રાતના થશે.
એકદંત સંકષ્ટી ચતુર્થીનું શુભ મુહૂર્ત 26મીના સવારના પાંચ વાગ્યાને 25 મિનિટથી શરુ થશે જે સવારના 10.35 વાગ્યા સુધી રહેશે. આ શુભ મુર્હૂતમાં તમે ગણેશજીને પ્રસન્ન કરી શકો છો. આ સમયગાળા દરમિયાન તમે પૂજાપાઠ કરી શકો છો. ગણેશચાલીસા પણ કરી શકો છો.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન જે વ્યક્તિ ગણેશચાલીસા કરે છે તેના અટકેલા કામ પૂરા થાય છે. આ ઉપરાંત, લગ્ન સંબંધી પરેશાનીઓ પણ દૂર થાય છે અને ગણેશજીની કૃપા પણ સદા માટે રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જ્ઞાન આધારિત છે, જ્યારે ન્યૂઝ પોર્ટલ કોઈ પણ પ્રકારની વાતને સમર્થન આપતું નથી.)