વજન ઘટાડવા માંગો છો? ફોલો કરો આ ‘ધાસ્સુ’ ટિપ્સ અને જુઓ મેજિક…

વધતું જતું વજન અને ખાસ કરીને બહાર નીકળેલા પેટ એટલે કે બેલી ફેટથી આપણામાંથી અનેક લોકો હેરાન- પરેશાન છે. ઘણી વખત જીમમાં કલાકો સુધી પરસેવો પાડવા છતાં કમરના ઘેરાવામાં કોઈ ઘટાડો દેખાતો નથી. ત્યારે એવો સવાલ થાય કે આખરે એવું તે શું કરીએ કે કમરનો ઘેરાવો ઘટે? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વજન ઘટાડવા માટે ‘શું ખાવું’ તેના કરતાં ‘ક્યારે ખાવું’ તે વધુ મહત્વનું છે, ચાલો એક્સપર્ટ્સ આ વિશે શું કહે છે જાણી લઈએ…
જો તમે પણ તમારી 38ની કમરને ફરીથી 28ની કરવા માંગો છો, તો ડાયેટિશિયન અને હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા સૂચવવામાં આવેલી આ અસરકારક ટિપ્સ તમને ચોક્કસ મદદરૂપ થશે, તો રાહ કોની જુઓ છો અહીં જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરો અને જુઓ મેજિક…
સમયસર ભોજન કરો
આપણામાંથી ઘણા લોકો વજન ઘટાડવા માટે સવારનો નાસ્તો સ્કિપ કરે છે, પરંતુ આવું કરવું અયોગ્ય છે. એક્સપર્ટ્સના મતે યોગ્ય સમયે ભોજન લેવું એ જ સાચું ડાયેટ છે. સવારે ઉઠ્યાના 1થી 2 કલાકમાં પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ. આનાથી મેટાબોલિઝમ ઝડપથી થાય છે અને આખો દિવસ ઉર્જા જળવાઈ રહે છે. રાત્રિનું ભોજન વહેલું કરી લેવાથી પાચનતંત્રને પૂરતો આરામ મળે છે. વહેલા ડિનરથી શરીર રાત્રે ‘ફેટ બર્નિંગ મોડ’ માં પ્રવેશે છે, જેનાથી પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે.
મેટાબોલિઝમ બુસ્ટર: વરિયાળીનું પાણી
પેટની હઠીલી ચરબી ઘટાડવા માટે વરિયાળીનું પાણી એક ‘મેજિક ડ્રિંક’ સમાન છે. એક ગ્લાસ પાણીમાં 1-2 ચમચી વરિયાળી આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ઉકાળીને અથવા ગાળીને ખાલી પેટે પી જાઓ. વરિયાળીમાં રહેલા ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતા. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને પાચનક્રિયામાં સુધારો કરે છે.
હાઈ પ્રોટીન અને ફાઈબર ડાયેટ ફોલો કરો
તમારા ડાયેટમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડીને પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારવું જોઈએ. નાસ્તામાં મગની દાળના ચિલ્લા, ઓટ્સ અથવા ઈંડા જેવી વસ્તુઓનો સમાવેશ કરો. ફાઈબરયુક્ત ખોરાક જેમ કે ફળો અને કાચા શાકભાજી ખાવાથી પેટ લાંબો સમય ભરેલું લાગે છે, જેથી તમે ‘ઓવર ઈટિંગ’ થી બચી શકો છો.
લાઈફસ્ટાઈલમાં કરો આ નાના મોટા ફેરફારો
માત્ર ડાયેટ ફોલો કરવાથી જ નહીં પણ લાઈફસ્ટાઈલમાં નાના મોટા ફેરફારો કરીને પણ તમે તમારી જાતને એકદમ ફિટ એન્ડ ફાઈન રાખી શકો છો. ચાલો જોઈએ કયા છે આ ફેરફારો-
⦁ હાઈડ્રેશન: આખા દિવસભરમાં પુષ્કળ પાણી પીવાનું રાખો. ઘણીવાર આપણને તરસ લાગી હોય છે પણ આપણે તેને ભૂખ સમજીને નાસ્તો કરી લઈએ છીએ. હાઈડ્રેટેડ રહેવાથી પણ બોડીને એકદમ ફિટ એન્ડ ફાઈન રાખી શકાય છે.
⦁ પૂરતી ઊંઘ: ઊંઘ પણ હેલ્ધી લાઈફસ્ટાઈલનો એક ભાગ છે. ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લો. ઊંઘની ઉણપથી શરીરમાં કોર્ટિસોલ (એક પ્રકારનું સ્ટ્રેસ હોર્મોન)નું પ્રમાણ વધે છે અને એને કારણે બોડીમાં ફેટ જમા થવાનું મુખ્ય કારણ છે.
⦁ 10,000 સ્ટેપ્સ: જો તમે જીમ કે વર્કઆઉટ માટે સમય નથી ફાળવી શકતાં તો આખા દિવસ દરમિયાન શક્ય હોય એટલું એક્ટિવ રહો અને ઓછામાં ઓછા 10,000 સ્ટેપ્સ ચાલવાનું ટાર્ગેટ સેટ કરો.
