July 1, 2025
મુંબઈ

Monsoonમાં રસ્તા પર ખાડા પડ્યા છે? આ રીતે કરો સીધી BMCને ફરિયાદ…

Spread the love

મુંબઈ: સતત પાડનારા વરસાદને કારણે રસ્તા પર ખાડા પડે છે અને કે પછી બેડ પેચ જોવા મળે છે. ચોમાસા દરમિયાન રસ્તા પર પાડનારા ખાડા કે ખરાબ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમ જ નાગરિકો પણ સરળતાથી આ અંગેની ફરિયાદ નોંધાવી શકે એ માટે મુંબઈ મહાનગર પાલિકા દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે.

પાલિકા દ્વારા રસ્તાના ખાડાની ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઇન નંબર, વોટ્સએપ નંબર અને મોબાઈલ એપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. આ તમામ માધ્યમો પર કરવામાં આવેલી ફરિયાદનું કોન્ટ્રાક્ટર અને સંબંધિત એન્જિનિયરને 24 કલાકની અંદર નિરાકરણ લાવવાનો આદેશ પાલિકા કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે.

ચોમાસાના દિવસોમાં મુંબઈગરાને કોઈ પણ અગવડ ના પડે એ માટે અને ખાડામુક્ત રસ્તાનુંલક્ષ્ય રાખીને કામ કરવાનો આદેશ પણ પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈમાં જ્યાં પણ રસ્તાના કામ ચાલી રહ્યા છે એ બધા કામ 10મી જૂન સુધી પૂરા કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

પાલિકાના અખત્યાર હેઠળ આવતા રસ્તા સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ માટે પાલિકાની MyBMC Pothole FixIt નામની એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે. નાગરિકો આ એપ પર જીપીએસ લોકેશન ઓન કરીને તેનો ફોટો કે વીડિયો ક્લિક કરીને અપલોડ કરવાનો રહેશે. આને કારણે રસ્તા પર ક્યાં સમસ્યા છે એ જાણવામાં મદદ મળશે અને ઝડપથી આ ફરિયાદનો નિકાલ લાવી શકાશે. નાગરિકો જેવી ફરિયાદ કરશે કે એમને એક કંપ્લેઈન્ટ નંબર આપવામાં આવશે. આ નંબરનો ઉપયોગ કરીને જ નાગરિકો પોતે કરેલી ફરિયાદ બાબતે શું એક્શન લેવામાં આવ્યું છે એ જાણી શકશે.

આ ઉપરાંત નાગરિકો 24 કલાક હેલ્પ લાઈન નંબર 1916 પર ફોન કરીને પણ રસ્તા પરના ખાડા કે ખરાબ ફૂટપાથ તેમ જ રસ્તાની ફરિયાદ કરી શકશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નાગરિકો પોતાની સમસ્યાની ફરિયાદ કરી શકશે. પાલિકાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ @mybmc ને ટેગ કરીને પણ નાગરિકો ફરિયાદ કરી શકશે એવું પાલિકાના વરિષ્ઠ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!