March 21, 2026
મનોરંજન

બર્થડે સ્ટાર: 26 વર્ષે વિધવા અને 40 વર્ષે દીકરાની અર્થી ઉઠાવી, જાણો અભિનેત્રીની સંઘર્ષ ગાથા?

Spread the love

હિન્દી સિનેમાનું નામ આજે દેશમાં જ નહીં, હોલીવુડમાં લેવામાં આવે છે. આજે એવા મુકામ પર છે, જ્યાં હવે ઓળખની જરુરિયાત નથી. પણ શરુઆતના દિવસોમાં કલાકારો પણ અભિનેત્રીના અભિનય કરતા હતા. પરંતુ એ જમાનામાં ભણેલી ગણેલી અભિનેત્રીએ એવા દિવસો વીતાવ્યા કે જેને જાણીને થાય કે ભગવાન કોઈને આવા દિવસો આપે નહીં.

14 જાન્યુઆરીના 1905ના એક શ્રીમંત અને શિક્ષિત પરિવારમાં જન્મેલા દુર્ગા ખોટેનો જન્મ થયો અને એમનું મૂળ નામ હતું વીટા લાડ. પરિવાર પણ બ્રોડ વિચારધારાવાળો હતો, પણ ગુલામીના દિવસોમાં ઘરની દીકરી-વહુ ઘરનો ઉંમરો ઓળંગતી નહીં અને ઘરમાં જ રહેતી. લગ્ન પછી ઘરની ચાર દિવાલમાં રહેવાનું હતું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સમાં ગ્રેજ્યુએશન કરનારા દુર્ગા ખોટેના લગ્ન અઢાર વર્ષે થયા, પણ ભગવાનને એ મંજૂર નહોતું. એન્જિનિયર વિશ્વનાથ ખોટે સાથેના લગ્નજીવનમાં દુર્ગા ખોટેના બે દીકરાનો જન્મ થયો. બકુલ અને હરિનને જન્મ આપ્યો હતો, પરંતુ એ લગ્નજીવન વધુ ટક્યું નહીં. એટલે વિશ્વનાથના નિધનથી 26 વર્ષે વિધવા થયા. 40 વર્ષની ઉંમરે દીકરાનું નિધન થયું. પતિ પછી દીકરાના નિધનને કારણે સંપૂર્ણ તૂટી ગયા હતા, પણ એમાંથી બેઠા થયા અને ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવ્યું.

પતિના નિધન પછી પરિવારની જવાબદારી પોતાના શિરે આવી પડી. ઘરના ખર્ચ માટે પરિવારના મ્હેણા ટોણાના ભોગ બનવા લાગ્યા. પગભર થવા માટે દુર્ઘા ખોટેએ ખુદ કમાવવાનો નિર્ણય લીધો. શરુઆતમાં ટ્યૂશન કર્યું પણ પછી ફિલ્મ ક્ષેત્રે કામ કરવાની તક મળી અને ફાંકડું અંગ્રેજી બોલતા હોવાને કારણે એનો ફાયદો થયો. અંગ્રેજો સામે ફાંકડું અંગ્રેજી બોલવાને કારણે ડબલ ફાયદો થયો, પરંતુ સમાજની ટીકાનો ભોગ બન્યા. સમાજની પરવા કર્યા વિના પરિવાર માટે ફિલ્મમાં કામ કરવાનું ચાલુ રાખ્યો અને નામ પણ મળ્યું.

તમે જાણતા નહીં હોય, પરંતુ મુગલ અ આઝમ ફિલ્મમાં દમદાર ભૂમિકાથી ઘરઘર જાણીતા બન્યા હતા. મુગલ-એ આઝમમાં પૃથ્વીરાજ કપૂર અને દિલીપ કુમાર જેવા દિગ્ગજ અભિનેતા સાથે કામ કરીને લોકોના મનમાં વસી ગયા હતા. ફિલ્મના તેમના ડાયલોગ લોકપ્રિય બન્યા હતા. એા પછી શરુઆતમાં મરાઠી ફિલ્મોમાં કામ પણ કર્યું હતું.

પ્રભાત ફિલ્મ કંપનીની અયોધ્યા ચા રાજામાં કામ કર્યું હતું, જે ભારતની પહેલી હિન્દી અને મરાઠી ભાષામાં બનેલી ફિલ્મ હતી. એના પછી પાછું વળીને જોયું નહીં. મરાઠી અને હિન્દી ફિલ્મોમાં 200 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ક્યારેક મુખ્ય અભિનેત્રીથી લઈને સાઈડ રોલ પણ કર્યા. દુર્ગા ખોટે ભારતીય ફિલ્મના એવા ચોથા મહિલા અભિનેત્રી હતા, જેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો. આ જ દુર્ગા ખોટના ભત્રીજા વિજુ ખોટે અને ભત્રીજી વિભા ખોટે પણ હિન્દી ફિલ્મના જાણીતા કલાકાર છે, તેમની ત્રીજી પેઢી પણ ફિલ્મોમાં કામ કરે છે એ મોટી વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!