July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

Drugs Free India: ગુજરાતમાંથી 5,000 કરોડ રુપિયાનું ડ્રગ્સ પકડાયું

Spread the love

અંકલેશ્વરઃ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં અંકલેશ્વરમાંથી કોકેઈનનો જંગી પુરવઠો જપ્ત કર્યો છે. એન્ટિ નાર્કોટિક્સ સેલના સંયુક્ત અભિયાનમાં દિલ્હી અને ગુજરાત પોલીસની ટીમ દ્વારા રવિવારે રાતના પાંચ હજાર કરોડ રુપિયાના મૂલ્યનું 500 કિલોથી વધુ માત્રાનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. દિલ્હી અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કૂલ મળીને 13,000 કરોડ રુપિયાના મૂલ્યનું 1,289 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈલેન્ડ મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. આ અગાઉ પહેલી અને દસમી ઓક્ટોબરના અભિયાન ચલાવીને પોલીસે માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યું હતું.
એક ડ્રગ્સ કંપનીમાં સર્ચ ઓપરેશનમાં કૂલ 518 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કોકેઈનની કિંમત 5,000 કરોડ રુપિયા છે. આ અગાઉ પણ દિલ્હી અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પોલીસ પ્રશાસન દ્વારા જંગી માત્રામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
પહેલી ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં એક ગોડાઉનમાં છાપો માર્યો હતો. એ વખતે ગોડાઉનમાંથી 562 કિલોગ્રામ કોકેઈન સહિત 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું હતું. આ જ અભિયાનના ભાગરુપે દિલ્હીના રમેશનગર વિસ્તાર સ્થિત એક દુકાનમાં સર્ચ કરવામાં આવ્યું હતું, જ્યાંથી 208 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.
પોલીસની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ ફાર્મા સોલ્યુશન સર્વિસીસ કંપનીનું હતું. ગુજરાતની અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કૂલ મળીને 1,289 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક થાઈલેન્ડનું મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે, જ્યારે તેની કુલ કિંમત 13,000 કરોડ રુપિયા છે. ગુજરાતમાં આટલો મોટો જથ્થો જપ્ત કરવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા ઓપરેશન હેઠળ નશા મુક્તિ અભિયાન અને ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ ડ્રગ્સ પોલિસી અન્વયે વિવિધ એજન્સીએ આ ઓપરેશન પાર પાડ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!