ડ્રગ્સે મારી જિંદગી બરબાદ કરી નાખી: હની સિંહના નિવેદનથી ખળભળાટ
મુંબઈ: ફિલ્મી કલાકારોની ચમકદાર દુનિયા ખરેખર સુખ અને શાંતિવાળી હોતી નથી, જેમાં ક્યારેક દેખાડો વધારે પડતો હોય છે. બોલિવુડમાં ઘણા એક્ટર, સિંગર્સ અને રેપર્સ છે જેમની જિંદગીમાં નામના મળ્યા પછી જિંદગી બરબાદ થઈ ગઈ. તાજેતરમાં જ એક લોકપ્રિય રેપરે તેની પોતાની અંગત જિંદગી વિશે મોટો ખુલાસો કરીને સૌને ચોંકાવ્યા છે. હની સિંહે કહ્યું કે તેની જિંદગીને કઈ રીતે ડ્રગ્સે બરબાદ કર્યું અને કઈ રીતે તેની માનસિક સ્થિતિ બગાડી હતી.
ગ્લોરી આલ્બમને લઇને ચર્ચમાં છે હની સિંહ
ફેમસ સિંગર હની સિંહ હંમેશા ચર્ચામાં રહે છે. તેનું આલ્બમ ‘ગ્લોરી’ ટૂંક સમયમાં રિલીઝ થશે. અત્યારે તે તેના આલ્બમનું પ્રમોશન કરતો જોવા મળી રહ્યો છે. હની સિંહે કહ્યું હતું કે આ આલ્બમ તેના વિવાદાસ્પદ જીવન વિશે છે. મીડિયા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ડ્રગ્સે કઇ રીતે તેનું જીવન બરબાદ કર્યું. તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી.
Millionaire song worldwide trends https://t.co/Fxz6sb5RWU
— yo yo honey Singh fan here (@glory_album) August 31, 2024
;
સાજા થવા સાત વર્ષ લાગ્યા હતા
આ સમજીને હની સિંહેએ બીજું બધું છોડીને માત્ર સ્વાસ્થ્યને જ પ્રાથમિકતા આપી. તેને સાજા થતા 7 વર્ષ લાગ્યા પરંતુ આ દરમિયાન તે પોતાની પત્ની શાલિનીથી પણ અલગ થઈ ગયો હતો. હની સિંહે કહ્યું, ‘મને પૈસા, ડ્રગ્સ અને મહિલાઓની લત હતી.’
લગ્નના નવથી 10 મહિના સારા રહ્યા પણ પછી…
હની સિંહનું જીવન ખૂબ જ વિવાદાસ્પદ રહ્યું છે. હવે તેણે નવેસરથી નવી ઈનિંગ શરું કરી છે. પોતાના આલ્બમનું પ્રમોશન કરી રહેલા હની સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લગ્નના નવથી 10 મહિના સારા ગયા. તેના પછી અમારા સંબંધો સારા ન રહ્યા. હું ઘણી મુસાફરી કરતો હોવાથી અમારી વચ્ચે અંતર હતું. શરૂઆતમાં વસ્તુઓ સારી હતી. પછી સફળતા અને ખ્યાતિ મારા માથા પર ગયા. હું પૈસા, પ્રસિદ્ધિ, ડ્રગ્સ અને સ્ત્રીઓનો વ્યસની હતો. મેં ખતરનાક વાતોનો આદી બની ગયો હતો. એટલે સુધી કે હું મારી પત્ની શાલિની વિશે લગભગ ભૂલી ગયો હતો.
નશાની લત કોનાથી લાગી?
હની સિંહને પૂછવામાં આવ્યું કે તેને ડ્રગ્સનો પરિચય કોણે કરાવ્યો? આના પર હનીએ જવાબ આપ્યો કે અમુક લોકોના નામ છે, બહુ પ્રભાવશાળી લોકો હતા. તેમણે મને ખૂબ પરેશાન કર્યા હતા. હું આ વસ્તુઓનો એટલો વ્યસની બની ગયો હતો કે હું એક અલગ જ દુનિયામાં હોવાનું લાગતું. ઘણી વખત મને ખબર પણ ન હતી કે મારી આસપાસ શું થઈ રહ્યું છે.
વ્યસન આ રીતે છોડ્યું હતું?
તમે તમારા વ્યસનને કેવી રીતે દૂર કર્યું? આ અંગે હની સિંહે કહ્યું હતું કે મેં એ વાત પર ભાર મૂક્યો હતો કે આ બધા વ્યસનોમાંથી મુક્ત થવા માટે મારે પુનર્જન્મ લેવાની જરૂર નથી. મેં દારૂ, હશીશ અને અન્ય પદાર્થો છોડી દીધા. મેં મારા પરિવારને મારા માનસિક સ્વાસ્થ્ય વિશે જણાવ્યું. હની સિંહ એ કહ્યું હતું કે તેની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે. મેં મારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી અને જ્યાં સુધી હું સ્વસ્થ ન થઈ જાઉં ત્યાં સુધી કામ કરવાની ના પાડી. તેને યોગ્ય કરવામાં 7 વર્ષ લાગ્યાં હતાં.