December 20, 2025
નેશનલ

ડીઆરઆઈએ 20 દિવસમાં 100 કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યોઃ 8 પકડાયા

Spread the love

‘ઓપરેશન વીડ આઉટ’ હેઠળ મુંબઈ, જયપુર અને કોલકાતામાંથી મોટા પાયે ડ્રગ્સ પકડ્યું

દેશભરનું યુવાધન નશીલા પર્દાથોનું સેવન કરી રહી છે, જેમાં વધારો થઈ રહ્યો છે. વધતી દાણચોરીને કારણે ડીઆરઆઈ પણ એક્શનમાં આવી ગઈ છે, જેને છેલ્લા 20થી દિવસથી ઓછા સમયમાં 100 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે
સમગ્ર ભારતમાં ચાલી રહેલા “ઓપરેશન વીડ આઉટ”ના ભાગરૂપે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ગયા અઠવાડિયા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈ ખાતે 39.2 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ સંકલિત કાર્યવાહીમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

હાઇડ્રોપોનિક ગાંજાના 39 પેકેટ મળી આવ્યા
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે DRI અધિકારીઓએ બેંગકોકથી આવતા બે ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા, ત્યારબાદ તેમના ચેક-ઇન કરેલા સામાનની સંપૂર્ણ તપાસમાં 39.2 કિલો હાઇડ્રોપોનિક ગાંજાના 39 પેકેટ મળી આવ્યા. ઝડપી ફોલો-અપ કાર્યવાહીના પરિણામે ઇચ્છિત પ્રાપ્તકર્તાની ધરપકડ કરવામાં આવી હતી.

61.67 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો
અન્ય એક કેસમાં DRIના અધિકારીઓએ બેંગકોક, થાઇલેન્ડથી મુંબઈમાં દાણચોરી કરીને લાવવામાં આવી રહેલ 7.8 કિલો (કુલ વજન) હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો અને NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ બે મુસાફરોની ધરપકડ કરી હતી. DRIએ 26 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર 2025ના સમયગાળા દરમિયાન બેંગકોક, થાઇલેન્ડથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવી રહેલ 61.67 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે, જેમાં જયપુર, લખનૌ અને કોલકાતાનો સમાવેશ થાય છે.

માસ્ટરમાઇન્ડ સહિત ૫ વ્યક્તિઓની ધરપકડ
યાદ કરી શકાય છે કે અગાઉ 20 અને 21 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર ભારતમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં DRI એ લગભગ રૂ. 72 કરોડની કિંમતનો કુલ 72.024 કિલો હાઇડ્રોપોનિક ગાંજો અને 1.02 કરોડની ગેરકાયદેસર કામાણી જપ્ત કરી હતી. આ ઉપરાંત, NDPS એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ફાઇનાન્સર્સ અને એક માસ્ટરમાઇન્ડ સહિત ૫ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

ભારતમાં હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી વધી
છેલ્લા એક વર્ષમાં, વિવિધ એરપોર્ટ દ્વારા થાઇલેન્ડથી ભારતમાં હાઇડ્રોપોનિક ગાંજાની દાણચોરી કરવાના પ્રયાસોમાં તીવ્ર વધારો થયો છે. DRI દેશમાં હાઇડ્રોપોનિક ગાંજોની દાણચોરી કરતા આવા ડ્રગ સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી કરી રહી છે, જે ભારત સરકારના નશા મુક્ત ભારતના વિઝનને મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!