ઈઝરાયલના માફક ભારતે તૈયાર કર્યું IRON DOME, જાણો શું છે વિશેષતા?
ભારતે ઈઝરાયલના આયરન ડોમના માફક રક્ષા કવચ તૈયાર કર્યું છે. ડીઆરડીઓ દ્વારા બેંગલુરુમાં આયોજિત એરો ઈન્ડિયા 2025માં સ્વદેશી રક્ષા કવચનું પ્રદર્શન કર્યું હતું. દુનિયાભરમાં ઈઝરાયલના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમની ચર્ચા કરવામાં આવે છે. હવે ભારતના સંરક્ષણ મંત્રાલયના ડીઆરડીઓ દ્વારા આયરન ડોમ માફક ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આ નવી સિસ્ટમને રક્ષા કવચ નામ આપવામાં આવ્યું છે. ડીઆરડીઓએ સ્વદેશી રક્ષા કવચ-મલ્ટિ લેયર પ્રોટેક્શન એરો ઈન્ડિયાનું પ્રદર્શન કર્યું હતું.
ડીઆરડીઓએ રક્ષા કવચ એક આધુનિક મલ્ટિ લેયર પ્રોટેક્શન સિસ્ટમ છે, જેમાં સૈનિકો, બખ્તરબંધ વાહન અને મહત્ત્વપૂર્ણ સંરક્ષણ પરિસરોને સુરક્ષા પૂરી પાડવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. મલ્ટિ લેયર ડિફેન્સ અનેક ડિફેન્સ અનેક લેવલની સુરક્ષા પૂરી પાડે છે, જેમાં બેલાસ્ટિક, વિસ્ફોટ અને ઈલેક્ટ્રોનિક સુરક્ષાનો સમાવેશ થાય છે. એમાં હળવી પણ મજબૂત નેનો-ટેકનોલોજી આધારિત કમ્પોઝિટ મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનાથી વધુ મજબૂત અને અસરકારક બને છે.
સુરક્ષા કવચ જોખમોનું પૂર્વાનુમાન કરવાની ક્ષમતા ધરાવે છે. નવી સિસ્ટમને વાહન, સૈનિકોના બોડી આર્મર અને સ્થાયી સુરક્ષાની સિસ્ટમને સરળતાથી એક કરી શકાય છે. રક્ષા કવચનો ઉદ્દદેશ ભારતીય સશસ્ત્રત્ર દળોને આધુનિક સુરક્ષા પૂરી પાડે છે, જેમાં યુદ્ધની ભૂમિમાં તેનો ઉકેલ લાવી શકે છે. આ આત્મનિર્ભર ભારત અભિયાન અન્વયે સ્વદેશી રક્ષા ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે.
રક્ષા કવચની આ આધુનિક પ્રણાલી ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે, જેનાથી દુશ્મનોના દાંત ખાટા કરવામાં પણ મદદ મળશે. આ સિસ્ટમ સેટેલાઈટ આધારિત દેખરેખ રાખવાની સાથે યુએવી, એરબોર્ડ વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, હવાથી હવાનું મારણ કરનારી મિસાઈલ, ડ્રોનને શોધવા-રોકવા અને નષ્ટ કરનારી સિસ્ટમ છે. હળવા વજનના ટોરપિડો, લેઝર આધારિત ઊર્જા હથિયાર, સ્વદેશી સુરક્ષિત સેટેલાઈટ ફોન અને એસોલ્ટ રાઈફલ પણ હશે. આ બધાને સાથે મળીને ડીઆરડીઓએ એક એવો સુરક્ષા કવચ બનાવ્યું છે, જે દુશ્મનને રોકવાની ક્ષમતા ધરાવે છે.