ગુજરાતમાં ડબલ મર્ડર: પાર્સલ બોમ્બની તપાસમાં નવો ધડાકો
વેડા (ગાંધીનગર): ગુજરાતના એક ગામમાં ઓનલાઇન પાર્સલમાં વિસ્ફોટ થવાના કિસ્સામાં બે જણના મોત થયા હતા. આ કિસ્સાને કારણે સમગ્ર ગુજરાત પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં તપાસ હાથ ધરતા પ્રેમ પ્રકરણમાં આરોપીએ કથિત રીતે આ કારસ્તાન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
પાર્સલ વિસ્ફોટમાં જિતેન્દ્ર વણઝારા નામની વ્યક્તિ અને તેની દીકરીનું મોત થયું હતું. મૃતક જિતેન્દ્ર અફેર ધરાવતો હોવાથી તેની પ્રેમિકાના પતિએ આ પગલું ભર્યું હતું.
કહેવાય છે કે ઓટોરિક્ષા મારફતે પાર્સલ ડિલિવર કર્યુ હતુ એ એક મોપેડ ચાલકે આપ્યું હતુ, જે અંગેના તાર જોડતા એ મોપેડચાલક સુધી પહોંચતા તે મૃતકની પ્રેમિકાનો પતિ હોવાનું સામે આવ્યું હતુ.
વેડા નજીકના કરુંડા ગામની પ્રેમિકાના પતિ જયંતિ વણઝારાની પૂછપરછ કરતા બ્લાસ્ટમાં તેની સંડોવણી હોવાની પોલીસને જાણ થઈ હતી. પોલીસે જિતેન્દ્રની ધરપકડ કરી લઈને પાર્સલ બ્લાસ્ટ કેસમાં તેને કોણે કોણે મદદ કરી એના અંગે તપાસ હાથ ધરી હોવાનું પોલીસએ જણાવ્યું હતું.
આમ તો આ કેસમાં પહેલેથી કહેવાતું હતું કે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું ત્યાર બાદ એની ડિલિવરી થયા બાદ પાર્સલમાં મોટો વિસ્ફોટ થયો હતો. પાર્સલ ડિલિવરી કરવા એક ઓટોરિક્ષા આવી હતી અને જેમાંથી ઉતરેલા શખસે એક બોક્સ પેક જેને જિતેન્દ્ર વણઝારાના ઘરે આપ્યું હતું, જેમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ હોવાનું જણાવ્યું હતુ.
આમ છતાં એ પાર્સલને ઓપન કર્યા બાદ તેનો પ્લગ ભરાવીને સ્વીચ ચાલુ કરતા જ તેમાં ધડાકો થતા જ પિતા અને પુત્રીનું મોત નિપજ્યું હતુ. અલબત્ત, જયંતિ વણઝારા નામની વ્યક્તિએ તેની પત્નીના પ્રેમી જિતેન્દ્ર વણઝારાને પતાવી દેવા માટે આ વિસ્ફોટક ભરેલું પાર્સલ મોકલ્યું હતું, જેમાં જિતેન્દ્ર અને તેની દીકરીનું મોત થયું હતું અને અન્ય એકની હાલત ગંભીર છે.