June 30, 2025
કિચન ટિપ્સહેલ્થ

Fridge-Tips: ફ્રિજમાં ભૂલથી પણ આટલી વસ્તુ મૂકતા નહીં…

Spread the love

ઘરમાં ઈલેક્ટ્રિક વસ્તુના વપરાશમાં જો સૌથી વધુ થતો હોય તો ટીવી છે, જે મનોરંજન પૂરું પાડે છે પણ બીજો વપરાશ એ છે ફ્રિજ. ફ્રિજનો યોગ્ય વપરાશ કે યોગ્ય ફૂડ મૂકવામાં આવે નહીં તો એ પણ આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે. ઘરમાં એને યોગ્ય જગ્યા મૂકવાથી લઈને ફ્રિજમાં મર્યાદિત અને જરુરી વસ્તુ-ફૂડ મૂકવાનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે અને એનું પાલન નહીં કરો તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છે. ચાલો એવી અજાણી વાતો જણાવીએ.
મોટાભાગના લોકો ફ્રિજમાં લસણ, કાચા કાંદા (સમારેલા) મૂકતા હોય છે, જે ફ્રિજ માટે પણ નુકસાનકારક છે. કાંદાને પણ ફ્રિજમાં મૂકશો નહીં, કારણ કે ઠંડીને કારણે સૌથી વધુ ખરાબ થાય છે. ઉપરાંત, ટેસ્ટ બદલવા સાથે આરોગ્ય માટે નુકસાનકારક છે. ક્યારેક શાકભાજી પણ ફ્રિજમાં મૂકવામાં આવે છે, જેમાં કાકડી, શક્કરટેટી કે કલિંગર પણ મૂકશો નહીં. એના સિવાય લિંબુની વાત કરીએ તો લિંબુને ક્યારેય ફ્રિજમાં મૂકવા જોઈએ નહીં, કારણ કે તેનાથી તેના ટેસ્ટ પર અસર થાય છે. લિંબુની સાથે ખાટા ફળો જેમાં સાયટ્રિક એસિડ હોય તેને ફ્રિજની બહાર રાખવા જોઈએ.
ફ્રિજમાં બટાટા મૂકવા જોઈએ નહીં, કારણ કે બટાટામાં રહેલું સ્ટાર્ચનું પ્રમાણ સુગરમાં પરિણમે છે, જ્યારે તેની તેના ટેસ્ટ પર પણ અસર થાય છે. બટાટાને કાંદા-લસણ સાથે મૂકવા જોઈએ નહીં. એટ લિસ્ટ અલગ ટોપલીમાં રાખવા હિતાવહ રહે છે. કાંદા-બટાટા સિવાય ટામેટાને ફ્રિજમાં મૂકે છે. ફ્રિજમાં મૂકવાની ભૂલ કરશો નહીં, કારણ ફ્રિજમાં મૂકવાથી ટામેટા નરમ પડવા લાગે છે.
શાકભાજી અને ફળની કેટેગરીમાં નહીં આવતા કેળા પણ બહાર રાખવા જોઈએ, જ્યારે તેને પાકતા અટકાવવા હોય તો તેની દાંડ પર પ્લાસ્ટિકને રેપ કરી દેવું જોઈએ. કેળાની સાથે સફરજનને પણ ફ્રિજ મૂકશો નહીં. સફરજનને મૂકવા હોય તો કાગળમાં રેપ કરીને શાકભાજીવાળા બોક્સ મૂકો.
બીજી વાત અમુક લોકો ફ્રિજમાં ડ્રાયફ્રૂટ્સ રાખે છે, જેમાં એમની દલીલ હોય છે કે બહાર રાખવાથી બગડી જાય છે, પરંતુ ઠંડી જગ્યાએ રાખવાથી ક્યારેય બગડતા નથી. બસ એક વાત યાદ રાખો તેના પર સીધો સૂર્ય પ્રકાશ આવવો જોઈએ નહીં.
ઉપરાંત, અમુક લોકો મધને ફ્રિજમાં રાખે છે, પણ ફ્રિજમાં મધ રાખશો નહીં, તેનાથી મધનો ટેસ્ટ પણ બદલાઈ જાય છે, તેથી મધને બહાર રાખવાનું સારું રહે છે. જો તેને કાઢવામાં મુશ્કેલી જણાય તો થોડી વાર માટે ગરમ કરીને બોટલમાં રાખવું. એના સિવાય ફ્રિજમાં બ્રેડ મૂકશો નહીં, તેનાથી બ્રેડ સૂકાઈ જવાના ચાન્સ રહે છે. એક્સપાઈરી ડેટ જોઈને લાવો તો ફ્રિજમાં મૂકવાની નોબત આવશે નહીં. શક્ય હોય તો બ્રેડને બે-ત્રણ દિવસમાં પૂરી કરી શકો. બાકી ફ્રિજમાં રેપર કરીને અમુક સંજોગોમાં મૂકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!