July 1, 2025
ધર્મ

પવિત્ર ધર્મગ્રંથ ભગવદ્ ગીતાને ઘરમાં ગમે ત્યાં મૂકતા નહીં કે મુશ્કેલીમાં મૂકાઓ…

Spread the love

મહાભારતની જાણ સૌને હશે, જ્યારે મહાભારતના યુદ્ધ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુને યુદ્ધ લડવા માટે તૈયાર કર્યો હતો. એના પછી યુદ્ધ થયું અને પછી વિનાશ, પણ ભગવદ્ ગીતાના અધ્યાયો જે બોલાયા એ શાશ્વત બની ગયા હતા. ભગવદ્ ગીતાના અધ્યાય સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સર્જન થયું. એ પરંપરા વૈદિક કાળથી પ્રચલિત બની. આજે મોટા ભાગના હિંદુ પરિવારોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક તો જોવા મળે છે, જ્યારે તેને રાખવાનું શુભ માનવામાં આવે છે, પરંતુ કોઈ અજાણતા એવી કોઈ ભૂલ કરતા નહીં કે તમને મુશ્કેલીમાં મૂકે.
ગીતા જયંતીની પણ ઉજવણી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માગસર મહિનાની શુક્લ પક્ષના અગિયારસના દિવસે મોક્ષદા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર મોક્ષદા એકાદશીની સાથે ગીતા જંયતીની ઉજવણી કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે માગશર મહિનાની શુકલ પક્ષની અગિયારના દિવસે કુરુક્ષેત્ર (મહાભારત)ની ભૂમિ પર ભગવના શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, તેથી ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે તમે શ્રીમદ્ ભગવદ્દ ગીતાને ઘરમાં લાવી શકો છો પણ એનું મહત્ત્વ પણ જાણી લેજો.
ઘરમાં લાવવાથી પણ સકારાત્મક ઊર્જા મળે
જો ભૂલ કરશો તેનું વિપરીત પરિણામ પણ ભોગવવું પડી શકે છે. સનાતન ધર્મમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવ્યો છે. એવી પણ માન્યતા છે કે જો ભગવદ્ ગીતાને ઘરમાં રાખવામાં આવે તો સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો નિયમિત રીતે ગીતાજીના પાઠનું પઠન કરવામાં આવે તો પરિવારમાં એકતા, સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. એની સફળતાના રહસ્યો પણ છુપાયેલા છે.
ગીતાજીનું પઠન કરવાથી ભગવાનની કૃપા થાય
કહેવાય છે કે શ્રીમદ ભાગવદ ગીતાનું પઠન કરવાથી વ્યક્તિના જીવનમાં તમામ સવાલોના જવાબો પણ મળી જાય છે. એવી પણ માન્યતા છે કે ઘરોમાં ગીતાજીનું રેગ્યુલર પઠન કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી કૃષ્ણનો વાસ થાય છે. ઉપરાંત, ગીતા જંયતીના દિવસે ગીતાનું પાઠ અથવા હવન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
પૂજાના સ્થાનકમાં રાખવાનું હિતાવહ
શ્રીમદ્ ભગવદ્દ ગીતાને કઈ રીતે રાખશો તો સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તેની આજુબાજુમાં કોઈ ગંદકી થયા નહીં. હિંદુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે, તેથી તેને સાફ રાખવાનું સૌથી જરુરી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રીમદ્ ભગવદ્ ગીતાને ક્યારેય જમીન પર રાખશો નહીં. ગીતાજીના પુસ્તકને લાકડાનું નાના સ્ટુલમાં રાખો. લાલ કપડામાં લપેટીને રાખો. પાઠ કરતી વખતે ખુલ્લી રાખો એના પછી લાલ કપડામાં વિંટીને રાખો.
ગીતાજીના પાઠ કર્યા પહેલા આટલું કરો
ગીતાજીનું પાઠ પણ સ્નાન કર્યા પછી કરો. ન્હાયા ધોયા વિના સ્પર્શ કરશો નહીં. સ્નાન આદિ કર્યા પછી સાફ કરેલા પરિધાનમાં તેનું પઠન કરવાથી ફાયદો થાય છે. એનું પઠન કરવા માટે કોઈ સમય નિશ્ચિત નથી, પરંતુ કોઈ અધ્યાયને અધૂરો રાખશો નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!