આજે પૌષ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ના કરશો આ કામ, નહીંતર રિસાઈ જશે માતા લક્ષ્મી…
પૌષ પૂર્ણિમાને સોમવતી પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે વિશેષ રૂપે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વખતે પૌષ પૂર્ણિમા આજે એટલે કે 13મી જાન્યુઆરીના પડી રહી છે અને આજથી જ મહાકુંભ-2025નો પ્રારંભ પણ થઈ રહ્યો છે. આ દિવસે સ્નાન અને દાનનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. પરંતુ કેટલાક એવા કામ હોય છે કે જે ભૂલથી પણ આજના દિવસે ના કરવા જોઈએ, નહીં તો મા લક્ષ્મી રિસાઈ જાય છે. ચાલો જોઈએ કયા છે આ કામ.
⦁ પૌષ પૂર્ણિમાના દિવસે મોડે સુધી ઊંઘવું ના જોઈએ. આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ.
⦁ બીજી મહત્ત્વની વાત એટલે આ દિવસે ભૂલથી પણ તામસી ભોજનનું સેવન ના કરવું જોઈએ. આ સિવાય આ દિવસે માંસાહાર કે દારુનું સેવન કરવાથી પણ બચવું જોઈએ.
⦁ જાણકારોના મતે પૌષ પૂર્ણિમાના દિવસે તમારે તમારી જાતને શક્ય એટલું પોઝિટિવ રાખવું જોઈએ. આ ઉપરાંત ગુસ્સો કરવાથી કે કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ.
⦁ આ દિવસે તુલસીના પાન તોડાવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે એટલે જો આ દિવસે તુલસીના પાન તોડશો તો મા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુ પણ રિસાઈ જાય છે.
⦁ પૌષ પૂર્ણિમાના દિવસે કાળા વસ્ત્રો ના પહેરવા જોઈએ. આવું કરવાથી નેગેટિવ એનર્જી અટ્રેક્ટ થાય છે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે.
⦁ લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ પણ આ દિવસે નખ-વાળ વગેરે કપાવવાથી બચવું જોઈએ, કારણ કે આવું કરવાથી મા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે અને ઘર પર મુસીબતો આવી શકે છે. તો તમે પણ શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે આ ભૂલો કરવાનું ટાળીને મા લક્ષ્મી અને વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમની વિશેષ પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરજો.