July 1, 2025
ઈન્ટરનેશનલ

ચૂંટણીની રેલી વખતે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ

Spread the love

 

પેન્સિલવેનિયાઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો. ચૂંટણીની રેલી વખતે પેન્સિલવેનિયાના બટલરમાં ટ્રમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મંચ પર લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે તેમના અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે, તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે તેમની આસપાસ અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ દ્વારા તેમને કવર કરવામાં આવ્યા હતા. આ બનાવમાં તેમની આસપાસના ઉપસ્થિત લોકોને પણ ફાયરિંગના ભોગ બન્યા હતા.
સિક્રેટ સર્વિસ એજન્ટે કવર કર્યા પછી તેમને ઊભા કરવામાં મદદ કરી હતી. ટ્ર્મ્પ ઊભા થતી વખતે તેમના ચહેરા અને કાન પર લોહી વહી રહ્યું હતું. સિક્રેટ સર્વિસ એજન્ટે ટ્રમ્પને મંચ ઉપરથી ઉતારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયા પછી લોકોએ તેના અંગે પ્રતિક્રિયાઓ આપી હતી.


ફાયરિંગ પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને અચાનક કાન નજીકથી કંઈ અજબ પ્રકારનો અહેસાસ થયો હતો, જેમાં તરત ખ્યાલ આવ્યો હતો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. વાસ્તવમાં આ બાબત અવિશ્વસનીય છે કે આપણા દેશમાં આ પ્રકારની હરકત થઈ રહી છે. ફાયરિંગ કરનારા અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ફાયરિંગના બનાવ અંગે ખુદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે પોતાના પર ફાયરિંગ થયું છે. 78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો જીવ બચાવવા માટે સિક્રેટ સર્વિસ એજન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યુ હતું કે પેન્સિલવેનિયાના બટલરમાં બનેલી ઘટનામાં અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ અને તમામ કાયદાકીય એજન્સીનો આભાર વ્યક્ત કરવા માગીશ, કારણ કે એ વખતે તે લોકોએ મને પ્રોટેક્ટ કર્યો હતો. પોતાની સાથે અન્ય લોકો ગોળીબારનો શિકાર થનારા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
અમેરિકન સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્ટી ગુગલીએલ્મીએ જણાવ્યું કે આ બનાવ શનિવારે સાંજના સવા છ વાગ્યાના સુમારે બન્યો હતો. એક શંકાસ્પદ શૂટરે ઊંચા પઈવાળી જગ્યાએથી ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવ પછી શૂટર પર ફાયરિંગ કર્યું હતું. રેલીમાં હાજર એક અન્ય નાગરિકનું પણ મોત થયું છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. સિક્રેટ સર્વિસની સાથે અમેરિકન એફબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસક હુમલાને વખોડ્યો હતો. મોદીએ સોશિયલ મીડિયા પર પોતાના મિત્ર પર થયેલા હુમલા અંગે દુઃખ પણ વ્યક્ત કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!