June 30, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

ડોનાલ્ડ ટ્ર્મ્પે ભારત સહિત 75 દેશને આપી રાહત, ચીન પર 125 ટકા ટેરિફ લાગુ

Spread the love

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમપે ભારત સહિત 75 દેશને મોટી રાહ આપવાનું કામ કર્યું છે. અમેરિકા તરફથી લાદવામાં આવેલી ટેરિફમાં 90 દિવસની રાહતઆપી છે, જ્યારે ચીનને લઈ સ્પષ્ટ વલણ કર્યું છે, જેનાથી વિપરીત વધારે ટેરિફ લગાવી છે અને હવે ચીન પર 125 ટકા ટેરિફ લગાવી છે. અમેરિકાએ 90 દિવસની રાહત તો આપી છે, પરંતુ ચીન સાથે વેપાર-વાણિજ્ય મુદ્દે વધુ તકરાર ઊભી થશે.

અમેરિકા અને ચીન વચ્ચે વધુ વેપાર થાય છે, જ્યારે બંને દેશ એકબીજા પર વિશેષ નિર્ભર રહે છે ત્યારે આ સંજોગોમાં બંને દેશ વચ્ચે વેપારમાં અવરોધ આવે તો ટ્રેડ વોરને કારણે આર્થિક મંદી ઊભી થઈ શકે છે. બીજી બાજુ અમેરિકાએ ભારત સહિતના 75 દેશને રાહત આપી છે. ભારતે રણનીતિના ભાગરુપે અમેરિકા પર જવાબી ટેરિફ લગાવ્યો નહોતો, પરંતુ વાતચીત કરવાનો માર્ગ મોકળો રાખ્યો હતો, તેથી અમેરિકાએ શક્ય છે કે ભારતને રાહત આપી છે.

ચીન પર 125 ટકા ટેરિફ શા માટે લગાવવામાં આવી એ સવાલની વાત કરીએ તો જે 75 દેશને રાહત મળી છે તેમને રેસિપ્રોકલ ટેરિફ લગાવી નથી, પરંતુ 10 ટકા ટેક્સ લાગશે. આ નિર્ણય મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે મેં 90 દિવસનો પોઝ આપ્યો છે, જ્યારે અન્ય દેશ પર પણ રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 10 ટકા કરી છે અને આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે. ચીનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે વૈશ્વિક માર્કેટમાં ઘણી બધી બાબતમાં અસમાનતા જોવા મળે છે, જેને કારણે અમેરિકા હવે ચીન પર 125 ટકા ટેરિફ વસૂલશે. ચીનને હવે સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશ તેનું શોષણ સહન કરશે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ઝટકો આપ્યો છે, જ્યારે અન્ય દેશ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે માર્કેટ ટ્રમ્પના ટેરિફને આવકાર્યું નહોતું, પરંતુ માર્કેટમાં કોરોના મહામારી વખતનો ડાઉનટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે, 75 દેશને 90 દિવસની રાહત આપતા વૈશ્વિક માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની સેકન્ડ ટર્મની નીતિ અને નિવેદનો કેટલા લાંબા સમય ટકે એ વાતમાં પણ નિષ્ણાતોને શંકા પ્રવર્તે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!