ટ્રમ્પને મળ્યો ‘નોબેલ પીસ પ્રાઈઝ’?
મારિયા મચાડોએ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો નોબેલ પુરસ્કાર ભેટ આપ્યો; ટ્રમ્પે ગણાવ્યું સર્વોચ્ચ સન્માન.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોની જોરદાર પ્રશંસા કરી છે. મચાડોએ વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત કરી હતી અને પોતાનો નોબેલ પીસ પુરસ્કાર ગિફ્ટ કર્યો હતો. ટ્રમ્પે પોતાની એક પોસ્ટમાં મેડલ અંગે લખ્યુ હતું કે આ મારા માટે સૌથી મોટું સન્માન છે,
સોશિયલ મીડિયા ટ્ર્રુથ પરની ટ્રમ્પે મચાડોને એક શાનદાર મહિલા નેતા ગણાવ્યા હતા. ટ્રમ્પે લખ્યું હતું કે પરસ્પરના સન્માનનું એક શ્રેષ્ઠ પ્રતિબિંબ છે. થેન્ક્યુ મારિયા. આ અગાઉ મચાડોએ લખ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મુલાકાત વખતે પોતાનો નોબેલ પીસ પ્રાઈઝ ભેટ આપ્યો હતો. મચાડોએ કહ્યું હતું કે વેનેઝુએલાના સ્વતંત્રતા માટે ટ્રમ્પની પ્રતિબદ્ધતાનું સન્માન ગણાવ્યું હતું. ટ્રમ્પ સાથેની બેઠક પછી મારિયાએ પોતાના સમર્થકોને કહ્યું હતું કે ટ્રમ્પ સાથે સારી વાતચીત થઈ અને કહ્યું કે પોતે અમેરિકન પ્રશાસન પર વિશ્વાસ કરે છે.
વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મારિયા કોરિના મચાડો નોબેલ પીસ પ્રાઈઝ પોતાની પાસે રાખવા ઈચ્છે છે. અમેરિકન ન્યૂઝ ચેનલે પણ જણાવ્યું છે કે મચાડોએ મેડલ વ્હાઈટ હાઉસમાં મૂકીને આવ્યા છે અને આ પુરસ્કાર હવે રાષ્ટ્રપિતની પાસે છે.
વાત હવે જણાવવાની કે ટ્રમ્પે લાંબા સમયથી નોબેલ પુરસ્કાર મેળવવાની ઈચ્છા ધરાવતા હતા અને જાહેરમાં સમર્થન માટે માગણી કરી હતી. પાકિસ્તાને તો જાહેરમાં સમર્થન આપ્યું હતું એના પછી ડોનાલ્ડ ટ્રમ્પે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કહ્યું હતું કે પોતે અનેક દેશોની વચ્ચે યુદ્ધોને રોકાવ્યા છે. એના પછી નોબલ પીસ પ્રાઈઝના હકદાર ગણાવ્યા હતા. જોકે, મારિયા મચાડોએ પુરસ્કાર વ્હાઈટ હાઉસમાં મૂકીને આવ્યા હોવા છતાં નોબેલ પીસ પ્રાઈઝ કમિટીએ કહ્યું હતું કે પીસ પ્રાઈઝ એવોર્ડ ક્યારેય ટ્રાન્સફર કરી શકતો નથી.
કમિટીએ એક્સ પર જણાવ્યું છે કે મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ પીસ પુરસ્કાર વિજેતા બદલાતો નથી. નોબેલ પીસ સેન્ટરે લખ્યું છે કે એક વખત જાહેરાત થઈ ગયા પછી તેને કોઈ રદ કરી શકતું નથી તેમ જ તેને શેર કરી શકાતો નથી. અલબત્ત, બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાતો નથી. આ જ નિર્ણય આખરી અને માન્ય હોય છે.
