Dombivali MIDC Boiler Blast: 6 જણના મૃત્યુ, 40 જણ ઈજાગ્રસ્ત થયા, મૃત્યુઆંક વધવાની શક્યતા…
ડોમ્બિવલી: ડોમ્બિવલીના એમઆઈડીસી વિસ્તારમાં કેમિકલ ફેકટરીના બોઈલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાના કારણે અત્યાર સુધીમાં 6 જણના મૃત્યુ થયા હોવાની અને 40થી વધુ જણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસમાં આવેલી દુકાનો અને ઈમારતના કાચ તૂટી ગયા હતા. અગ્નિશામક દળના જવાનો દ્વારા આ આગ પર કાબુમાં લાવવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.
डोंबिवली एमआयडीसीतील अमुदान केमिकल कंपनीत बॉयलरचा स्फोट झाल्याची घटना दु:खद आहे.
8 जण या घटनेत अडकले होते. त्यांना बाहेर काढण्यात आले आहे. जखमींच्या उपचाराची व्यवस्था करण्यात आली असून आणखी रुग्णवाहिका सज्ज ठेवण्यात आल्या आहेत. जिल्हाधिकार्यांशी माझी चर्चा झाली असून, तेही 10…— Devendra Fadnavis (Modi Ka Parivar) (@Dev_Fadnavis) May 23, 2024
મળી રહેલી માહિતી પ્રમાણે ડોમ્બિવલીના MIDC વિસ્તારના ફેઝ 2માં આવેલી અંબર કેમિકલ કંપનીના બોઈલરમાં આ બ્લાસ્ટ થયો હતો. આ આગ ફેલાઈ રહી હોવાને આસપાસના વિસ્તારમાં આવેલી ઈમારતો અને દુકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર ડોમ્બિવલીના MIDC વિસ્તારના ફેઝ-2માં આવેલી એક કેમિકલ કંપનીના બોઈલરમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો અને એને કારણે આગ લાગી હતી. ઘટનાસ્થળે અગ્નિશામક દળની ચાર ગાડીઓ હાજર છે. આ વિસ્ફોટની તીવ્રતા કેટલી હતી, તે ક્યાં થયો છે અને કયા કારણે થયો છે એ બાબતે હજી સુધી કોઈ માહિતી મળી શકી નહોતી, એવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ડોમ્બિવલીમાં થયેલી આ દુર્ઘટના બાદ ફરી એક વખત એમઆઈડીસીની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉપસ્થિત થયા છે, કારણ કે 24મી મે, 2016ના પણ આ વિસ્તારમાં ભીષણ વિસ્ફોટ થયો હતો અને 12 જણના મૃત્યુ થયા હતા અને 100થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો એ કંપનીમાં મૃત્યુ પામનારા કર્મચારીઓના મૃતદેહ પણ નહોતા મળ્યા. એ સમયે પણ વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો કે કેટલાક કિલોમીટર દૂર સુધી તેના આંચકા અનુભવાયા હતા.
આ મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ડોમ્બિવલીના MIDC ખાતે થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાના તેમ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
