Flightની Window ગોળાકાર જ કેમ હોય છે? કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
આપણામાંથી ઘણા લોકોએ અત્યાર સુધીમાં એર ટ્રાવેલ કર્યું જ હશે? તમે પણ જો આ પ્રવાસ દરમિયાન એક વાત નોંધી હશે તો જોયું હશે કે ફ્લાઈટની વિન્ડો ખૂબ જ નાની અને ગોળાકાર જ હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે ફ્લાઈટની વિન્ડો આટલી નાની અને ગોળાકાર જ કેમ હોય છે? નહીં ને? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…
સૌથી પહેલાં તો તમને એ જણાવી દઈએ કે ફ્લાઈટની બારીઓ નાની અને ગોળાકાર છે એની પાછળ સિક્યોરિટી અને ટેક્નિકલ રિઝન્સ છે. બારીઓનો નાનો આકાર વિમાનની સંરચનાત્મક મજબૂતીને વધારવાનું કામ કરે છે અને એને કારણે વિમાન પર પડનારા દબાણનો સામનો કરવામાં મદદ તો મળે જ છે પણ એની સાથે સાથે ઘણી વખત ફ્લાઈટ સાથે પક્ષી કે અન્ય કોઈ વસ્તુ અથડાવવાને કારણે થતાં નુકસાનને ઓછું પણ કરી શકાય છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જો ફ્લાઈટની વિન્ડોને મોટી કરવામાં આવશે તો તેનું માળખું નબળું પડી શકે છે. આ ઉપરાંત હવાના સરળતાથી થઈ રહેલી અવરજવર પર પણ આને કારણે અસર જોવા મળી શકે છે. નાની વિન્ડો ડિઝાઈન કરવા પાછળનું એક કારણ એવું પણ છે કે આવી બારીને કારણે ફ્લાઈટમાં કેબિનનું દબાણ ઊંચુ રાખી શકાય અને પ્રવાસીઓ સુરક્ષિત તેમ જ આરામદાયક મુસાફરીનો આનંદ ઉઠાવી શકે.
ફ્લાઈટની વિન્ડો નાની કેમ હોય છે એ તો જાણી લીધું. હવે આગળ વધીએ અને વાત કરીએ વિન્ડોના આકારની. આ વિન્ડો ગોળાકાર રાખવામાં આવી છે એની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. ગોળ આકાર ફ્લાઈટ પડતાં દબાણને સરખે ભાગે વહેંચી શકાય, જેને કારણે દબાણ સંબંધિત કોઈ પણ પ્રકારના સંકટથી બચી શકાય.
જોકે, હંમેશાથી ફ્લાઈટની વિન્ડો ગોળાકાર નહોતી. શરૂઆતમાં ડિઝાઈન કરવામાં આવેલી ફ્લાઈટમાં વિન્ડો ગોળાકાર કે ચોરસ હતી, અને એને કારણે 1940ના દાયકામાં અનેક હવાઈ અકસ્માતો પણ થયા હતા. બસ ત્યારથી ફ્લાઈટની વિન્ડો ગોળાકારમાં ડિઝાઈન કરવાનું શરૂ કરવામાં આવ્યું અને આ સિલસિલો આજે પણ અવિરત ચાલ્યો આવ્યો છે…