December 20, 2025
ટ્રાવેલહોમ

દુનિયાના ધનિક અને સૌથી મોંઘા શહેરો ક્યાં આવેલા છે ખબર છે?

Spread the love

દરેક દેશની પોતાની રહેણીકરણી, સંસ્કૃતિ છે અને તેના આધારે જીવનધોરણ છે. ગરીબ દેશોની તુલનામાં વિકસિત દેશોની લાઈફસ્ટાઈલ કંઈક અલગ અને મોંઘી છે. જો તમને ફરવાની તક વિદેશમાં મળે તો ચોક્કસ તમે દુનિયાના મોંઘા શહેરોની પણ મુલાકાત લેવાની તકને જતી કરવી જોઈએ નહીં. ગયા વર્ષે દુનિયાના અતિ ખર્ચાળ શહેરોની યાદી જારી કરવામાં આવી હતી, જેમાં ભારતના એકેય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો, પરંતુ જો તમને વિદેશમાં ફરવાની તક મળે તો અમુક શહેરોના લોકોની જીવનશૈલીને જાણવાનું ચૂકતા નહીં.

આ વર્ષના સૌથી ધનિક શહેરની યાદીમાં ન્યૂ યોર્કનો સમાવેશ થાય છે. ન્યૂ યોર્કમાં અંદાજે 3.84 લાખ કરોડપતિ અને 66 અબજપતિ રહે છે. ન્યૂ યોર્ક સિવાય સાન ફ્રાન્સિસ્કો અને સિલિકોન વેલીનો પણ સમાવેશ થાય છે. આ બંને શહેરમાં 3.05 લાખ લોકો કરોડપતિ રહે છે. ટોકિયો પણ એશિયાનું ધનિશ સિટી છે, જ્યાં 2.98 લાખ કરોડપતિ રહે છે. ઉપરાંત, સિંગાપોર (2.44 લાખ કરોડપતિ), લોસ એન્જલસ (2.12 લાખ કરોડપતિ અને 43,000 અબજપતિ), હોંગકોંગ (1.54 લાખ કરોડપતિ), પેરિસ (1.65 લાખ કરોડપતિ)નો સમાવેશ થાય છે.

દુનિયાના સૌથી મોંઘા શહેરની યાદી તાજેતરમાં જારી કરવામાં આવી હતી, જેના રેકિંગમાં સિંગાપોર, સ્વિટઝર્લેન્ડનું નામ મોખરા પર રહ્યું હતું. જ્યુરિચ છઠ્ઠા સ્થાને છે, પરંતુ જ્યુરિચને સંયુક્ત રુપે સિંગાપોરની સાથે પહેલા સ્થાને રાખવામાં આવ્યું હતું. સ્વિટઝર્લેન્ડને દુનિયાનું સ્વર્ગ ગણાય છે, પરંતુ અહીંયા તમારા માટે યુરો ખર્ચીને જીવન ગુજારવું પડે છે. સ્થાનિક કરવેરાથી લઈને અન્ય ખર્ચને કારણે સ્વિટઝર્લેન્ડમાં જીવન જીવવું પણ દેવું કરીને ઘી પીવા બરાબર છે. શા માટે આ મોંઘા શહેરની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે તો એ પણ જાણી લઈએ.

ઈન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડ વાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે અનુસાર અગિયાર વર્ષમાં નવમી વખત સ્વિટઝર્લેન્ડ પહેલા ક્રમે રહ્યું છે. ઉપરાંત, સિંગાપોરની લિવિંગ કોસ્ટ સૌથી મોંઘી છે, જ્યારે તેની સાથે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરની ગણતરી કવરામાં આવે છે. લિવિંગ ઈન્ડેક્સમાં એ શહેરની વસ્તુઓ અને સર્વિસ માટે કરવામાં આવતા ખર્ચની રકમને અમેરિકન ડોલરની તુલનાના આધારે જારી કરવામાં આવે છે.

સિરિયાના દમિશ્ક દુનિયાનું સૌથી સસ્તું શહેર છે. 173 દેશની યાદીમાં ઈરાનના પાટનગર તહેરાન અને લિબિયાની રાજધાની ત્રિપોલી 172 અને 171મા સ્થાને છે. આ રિપોર્ટ અનુસાર યુક્રેનમાં યુદ્ધને કારણે રશિયાનું શહેર મોસ્કો અને સેંટ પીટર્સબર્ગને રેકિંગમાં ઘટાડો થયો છે. રશિયાનું પાટનગર મોસ્કો 142મા સ્થાને છે, જે અગાઉના 105 ક્રમનો ઘટાડો થયો છે. એ જ રીતે પીટસબર્ગ પણ 147મા સ્થાને છે, જે ગયા વર્ષની તુલનામાં 74મા ક્રમે ગબડ્યું છે.

આ ઉપરાંત, ઈઝરાયલનું શહેર તેલ અવીવ અને કોપનહેગનની સાથે સંયુક્ત રુપે આઠમા ક્રમે છે. સર્વેમાં પહેલા જ્યુરિચ અને સિંગાપોર, ત્રીજા ક્રમે ન્યૂ યોર્ક અને જિનિવા છે, જ્યારે પાંચમા ક્રમે હોંગકોંગ પછી લોસ એન્જલસ, પેરિસ, તેલ અવીવ અને કોપનહેગન અને સાન ફ્રાન્સિસ્કોનો સમાવેશ થાય છે. ટૂંકમાં, જો તમે ફરવાનો શોખ ધરાવતા હોય તો તમારે આ દેશના પાટનગર અથવા મહાનગરોની મુલાકાત લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!