ક્રિકેટની દુનિયાના ‘હિટમેન’ની લવસ્ટોરી ખબર છે?
ભારતીય ક્રિકેટના અનેક એવા સુકાની થઈ ગયા છે, જે ત્રણેય ફોર્મેટમાં તેમને આજીવન યાદ રાખવામાં આવશે. ક્રિકેટના સિવાય વ્યક્તિગત જિંદગીમાં યાદ રાખવા જેવો છે ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર કમ કેપ્ટન રોહિત શર્મા. દુનિયા આખી વેલેન્ટાઈન દિવસની શાનદાર ઉજવણી કરે છે, પરંતુ આ ક્રિકેટરની લવસ્ટોરી પણ એક ફિલ્મી સ્ટોરી જેવી જ છે.
ભારતીય ક્રિકેટમાં રોહિત શર્માને ક્રિકેટના મેદાનમાં પોતાની બેટિંગને કારણે જાણીતો છે, જ્યારે તેનું નામ પણ હિટમેન રાખ્યું છે. પણ સ્ટાર ક્રિકેટરની લવસ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ એક સ્પોર્ટસ ઈવેન્ટમાં મેનેજર હતી ત્યારે બંને એકબીજાને મળ્યા હતા, ત્યારબાદ બંનેની એક પછી બીજી મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ હતી. રિતિકા પહેલા અન્ય ક્રિકેટરનું મેનેજર તરીકેનું કામ કરી ચૂકી હતી, જ્યારે બંનેની પહેલી મુલાકાત તો એક એડ મારફત થઈ હોવાનું મીડિયાના અહેવાલમાં જણાવ્યું હતું. રિતિકા સજદેહ વિરાટ કોહલી સાથે પણ કામ કરી ચકી છે, જ્યારે અનેક વર્ષો સુધી કોહલીની પણ મેનેજર રહી હતી.
એના સિવાય રિતિકા પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને પણ રક્ષાબંધન વખતે રાખડી પણ બાંધે છે, જ્યારે યુવરાજ સિંહે જ રોહિત અને રિતિકાને એકબીજાની મુલાકાત કરાવી હતી. શરુઆતમાં રિતિકાને રોહિતમાં રસ નહોતો, પરંતુ પછી એકબીજાને મળવા લાગ્યા હતા અને એની વચ્ચે યુવરાજે પણ રોહિતને રિતિકાથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી.
30 એપ્રિલ 1987ના જન્મેલા રોહિત શર્મા કરતા રિતિકા આઠ મહિના નાની છે, જે 21 ડિસેમ્બર 1987ના મુંબઈમાં જન્મ થયો હતો. માનશો નહીં, પરંતુ રોહિત શર્મા રિતિકાને છ વર્ષ સુધી ડેટ કરતો રહ્યો હતો અને રોહિતે ફિલ્મી સ્ટાઈલમાં રિતિકના પ્રપોઝ કર્યું હતું. બોરીવલીની સ્પોર્ટસ ક્લબમાં રિતિકાને રોહિતે ઘૂંટણિયે નમીને પ્રપોઝ કર્યું હતું. રોહિત શર્મા માટે બોરીવલીની સ્પોર્ટસ ક્લબનું વિશેષ મહત્ત્વ હતું. અગિયાર વર્ષની ઉંમરે રોહિતે બેટ પકડ્યું હતું, ત્યાંથી લાઈફની શરુઆત પણ કરી હતી.
આ જ બોરીવલીના સ્પોર્ટસ ક્લબમાં રોહિતે રિતિકાને પોતાની લાઈફ પાર્ટનર બનવા માટે પ્રપોઝ કર્યું હતું. છ વર્ષ એકબીજાને ડેટ કરવાને કારણે બંને લવસ્ટોરીની ચર્ચા પણ મિડિયામાં થવા લાગી હતી. રોહિતનું પ્રપોઝ રિતિકાએ સ્વીકાર્યા પછી 13 ડિસેમ્બર, 2015માં લગ્ન મુંબઈની તાજ હોટેલમાં કરવામાં આવ્યા હતા, જ્યારે બંનેના લગ્નની ગ્રાન્ડ પાર્ટી પણ અંબાણી ફેમિલીએ આપી હતી.
લગ્નના ત્રણ વર્ષ પછી રોહિત અને રિતિકાના ઘરે દીકરીનો જન્મ થયો હતો, જ્યારે તેનું નામ સમાયરા રાખવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ હતી કે લગ્ન પછી પણ રિતિકાએ રોહિતનો સાથ આપ્યો હતો. વર્લ્ડ કપની મેચ હોય કે પછી અન્ય સિરીઝ પણ રોહિતને પ્રોત્સાહન આપવા માટે રિતિકા અચૂક સ્ટેડિયમમાં હાજર રહેતી. રોહિતની દીકરી પણ પાંચ-સાત વર્ષે પણ પિતાને કારણે અચૂક ચર્ચામાં રહી હતી.
રહી વાત રોહિતનો અગિયાર વર્ષની ઉંમરથી ક્રિકેટની દુનિયામાં એન્ટ્રી કર્યા પછી તેની આક્રમક રમત સાથે તેની કેપ્ટનશિપને કારણે પણ જાણીતો છે. ક્રિકેટની કોઈ પણ ફોર્મેટમાં તેના નામે સિક્સરના રેકોર્ડ હોય કે ઝડપથી સેન્ચુરી-હાફ સેન્ચુરી મારવાના વિક્રમમાં પણ તેનું નામ નોંધાયેલું છે.