શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાની કેટલી કમાણી કરે છે, ખબર છે?
બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના અત્યારે ગ્રહો સારા છે. અમદાવાદમાં લૂ લાગ્યા પછી ઝડપથી સાજો થયો અને એનાથી મોટી રાહત અને ગૌરવની વાત એ છે કે પોતાની માલિકીની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને આઈપીએલ 2024ની T-20માં ચેમ્પિયન બની છે. 10 વર્ષ પછી ચેમ્પિયન બનવામાં એક કરતાં અનેક ખેલાડીઓની મહેનત રંગ લાવી છે. પણ વાત કરીએ શાહરુખ ખાનના પગલે પગલે ચાલનારી મેનેજર પૂજા દદલાનીની વાત. ચાહે આર્યન ખાનનો ડ્રગ્સ કેસ હોય કે પછી આઈપીએલ પણ તમને કિંગ ખાન સાથે પૂજા અચૂક જોવા મળશે.
આ પૂજાની આવક પણ જાણશો તો નવાઈ લાગશે કે એક મોડલ કરતા પણ એનો પગાર તો વધારે છે. જોકે, વર્ષોથી શાહરુખ ખાન સાથે કામકાજ કરે છે. આમ પૂજા સાતથી આઠ કરોડ લે છે અને વર્ષની નેટવર્થ સરેરાશ 40-50 કરોડની છે.
પૂજા દદલાની શાહરુખ ખાન સાથે જ નહિ, ગૌરી અને દીકરી સુહાના ખાન સાથે સારો તાલમેલ પણ ધરાવે છે. ખાસ તો શાહરુખ ખાનના મુશ્કેલ સમય આર્યન ખાનના કેસમાં પણ વિશેષ લોકો માટે ચર્ચાનું કારણ બની હતી. અને એટલે જ શાહરુખ ખાન પણ એને મસમોટી ફી આપે છે.
પૂજા શાહરુખ ખાન સાથે છેલ્લા ઘણાં સમયથી કામ કરે છે. પૂજા શાહરુખ ખાનના પ્રોફેશનલ વર્કથી લઇને પર્સનલ વસ્તુઓનું અનેક બાબતનું કામકાજ પણ સારી રીતે મેનેજ કરતી હોવાથી પરિવારની લાડલી પણ છે.
કહેવાય છે કે પૂજા દદલાની છેલ્લા 12 વર્ષથી શાહરુખ ખાન સાથે કામ કરે છે, પણ શાહરુખ સાથે પૂજાની પણ લોકો અચૂક ચર્ચા કરતા હોય છે. 2012 કિંગ ખાન સાથે જોડાઈ હતી, ત્યાર બાદ તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. આજે કરોડો રુપિયાની મિલકતની માલિક પણ છે. પચાસ કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. વ્યક્તિગ વાત કરીએ તો પૂજા દદલાની 2018માં હિતેશ ગુરરાની નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા, જ્યારે બંનેને એક દીકરી પણ છે.