July 1, 2025
ટેકનોલોજીવાંચન વૈવિધ્યમ

તમે પણ આવા ચાર્જરથી કરો છો તમારો મોબાઈલ ફોન ચાર્જ? આજે જ બંધ કરો નહીંતર…

Spread the love

પહેલાંના સમયમાં રોટી, કપડાં ઔર મકાન એ માણસની મૂળભૂત જરૂરિયાત હતી, પણ હવે આધુનિક સમયમાં આ ત્રણ વસ્તુની સાથે સાથે બીજી બે વસ્તુ પણ જોડાઈ ચૂકી છે નામે મોબાઈલ ફોન અને ચાર્જર. આજે લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ ફોનના વધતાં જતાં ઉપયોગને કારણે તેને ફૂલી ચાર્જ કરવું પણ એટલું જ જરૂરી છે. પણ શું તમને
ખબર છે કે ચાર્જિંગ કરતી વખતે કરવામાં આવેલી નાનકડી ભૂલ પણ તમા માટે મોટા નુકસાનનું કારણ બની શકે છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…
ઘણી વખત આપણે વાપરતાં હોઈએ છીએ એ ચાર્જર એટલું જૂનું થઈ ગયું હોય છે કે તેની ઉપરનું રબરનું કવર તૂટીને તેમાંથી તાર દેખાવવા લાગે છે. જો તમે પણ આવા જ ચાર્જરથી તમારો ફોન ચાર્જ કરો છો તમારે આ ખાસ વાંચવું જોઈએ. તમારી જાણ માટે કે આવા જૂના તૂટેલા ચાર્જરથી ફોન ચાર્જ કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને મોટાભાગના યુઝર્સ આને કારણે થતાં નુકસાનથી અજાણ હોય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા ચાર્જરનો ઉપયોગ કરવાથી તમારા ફોનની ચાર્જિંગ સ્પીડ પર તો તેની અસર જોવા મળે જ છે પણ એની સાથે સાથે જ તમારા ફોન પણ પણ તે જોખમી સાબિત થઈ શકે છે. આવા કેબલનો ઉપયોગ કરવાથી આગ લાગવાનું જોખમ તો રહેલું જ પણ એની સાથે સાથે કરન્ટ પણ લાગી શકે છે.
ખરાબ અને આવા તૂટેલા કેબલથી મોબાઈલ ફટાફટ ચાર્જ પણ નથી થતો, જેને કારણે ફોન ચાર્જ થવા માટે વધારે સમય લાગે છે. ખરાબ કનેક્શનને કારણે ફોનના ચાર્જિગમાં સમસ્યા ઉદ્ભવે છે જેને કારણે ફોનની બેટરી અને ચાર્જિંગ પોર્ટ બંનેને નુકસાન પહોંચી શકે છે. આવા ચાર્જર તમારા ફોનની બેટરી લાઈફની સાથે સાથે જ ફોનની ઉંમર પણ ઘટાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!