It’s official: દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર અને વિકેટકિપર દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાના અનુભવી ક્રિકેટર દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નિવૃત્તની જાહેરાત કરી. પોસ્ટમાં ભાવુક પોસ્ટ લખીને ચાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. 39મા જન્મદિવસની ઉજવણી કરવાની સાથે આજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરીને દિનેશ કાર્તિકે તેના ચાહકોને સૌથી મોટો ઝટકો પણ આપ્યો. આ અગાઉ આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કરીને રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું.

17 વર્ષની ક્રિકેટની કારકિર્દીમાં આરસીબી સિવાય દિલ્હી, પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત અને કોલકાતા નાઈટ રાઈડર્સ વતી પણ દિનેશ કાર્તિક રમી ચૂક્યો છે. ઈન્ટરનેશનલ કારકિર્દીની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોનીના ત્રણ મહિના પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું કર્યા પછી 2007ના વર્લ્ડ કપમાં સામેલ થયો હતો. એ વર્ષે ધોનીના બેક-અપ તરીકે રાખવામાં આવ્યો હતો. એના પછી 2011 અને 2015ના વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું નહોતું. જોકે, 2023ના વર્લ્ડ કપમાં રમાયેલા વર્લ્ડ કપમાં ફિનિશર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આઈપીએલ અને વન-ડે મેચ સિવાય દિનેશ કાર્તિકે 26 ટેસ્ટ મેચમાં 1025 રન બનાવ્યા હતા. એના સિવાય 94 વન-ડે મેચમાં 1,752 રન કર્યા હતા. 60 ટવેન્ટી-ટવેન્ટી ઈન્ટરનેશનલ મેચમાં 142.61ના સ્ટ્રાઈક રેટથી 686 રન બનાવ્યા હતા.
ઈપીએલની 257 મેચમાં 4,842 રન કર્યા છે, જ્યારે 22 હાફ સેન્ચુરી કરી છે. આઈપીએલમાં દિનેશ કાર્તિકે 135.36ના સ્ટ્રાઈક રેટથી ઈનિંગ રમ્યો હતો. 2015માં દિનેશ કાર્તિકને 10.5 કરોડમાં આરસીબીએ ખરીદ્યો હતો. 2022માં દિનેશ કાર્તિકે 180થી વધુના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા હત અને વન-ડે ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ અગાઉ કોલકાતા માટે દિનેશ કાર્તિક રમી ચૂક્યો છે. પંદર વર્ષની કારકિર્દીમાં કાર્તિક ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થતો રહ્યો છે. આજે ઈન્ટરનેશનલ સ્તરે નિવૃત્તીની જાહેરાત કરીને સોશિયલ મીડિયા પર લાંબી લચક પોસ્ટ લખીને સૌને ચોંકાવ્યા હતા.
It's official 💖
Thanks
DK 🙏🏽 pic.twitter.com/NGVnxAJMQ3— DK (@DineshKarthik) June 1, 2024
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના અનુભવી વિકેટકિપર અને બેટર દિનેશ કાર્તિકે આઈપીએલમાં સુપર પર્ફોર્મન્સ કર્યું હતું. રાજસ્થાન રોયલ્સ સામે 22મી મેની મેચ છેલ્લી હતી. આ મેચમાં બેંગલુરુના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
આરસીબીના ક્રિકેટર વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓએ દિનેશ કાર્તિકને શુભકામનાઓ આપી હતી. આ વખતની આઈપીએલની સિઝનમાં દિનેશ કાર્તિકે 187.35 સ્ટ્રાઈક રેટથી 174 રન બનાવ્યા હતા, જ્યારે બે અડધી સેન્ચુરી પણ ફટકારી હતી. આ વખતની સિઝનમાં આક્રમક બેટિંગ કરીને દિનેસ કાર્તિક લાઈમલાઈટમાં રહ્યો હતો.
