રામ ભગવાન પાકિસ્તાન ગયા હતા? જાણો રામાયણના ઉલ્લેખ અને વાસ્તવિકતા
રામાયણ કાળમાં ભારત વર્ષ અને આજના પાકિસ્તાન સુધીનો પ્રદેશ: શાસ્ત્રોમાં શું છે ઉલ્લેખ?
હિન્દુ ધર્મ અનુસાર ભગવાન રામનો જન્મ ઉત્તરર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. અયોધ્યામાં ત્રેતા યુગમાં જન્મ થયો હોવાનું કહેવાય છે. ભગવાન રામ અને લંકાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે પણ હવે સવાલ લોકોના મનમાં થયો છે કે ભગવાન રામ પાકિસ્તાન ગયા હતા કે નહીં એની વાસ્તવિકતા જાણીએ.
સૌથી પહેલા એ વાત કરીએ કે રામાયણના કાળમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા વગેરે અલગ અલગ દેશ નહોતા, પરંતુ આ પ્રદેશને ભારત વર્ષ અથવા જંબુદ્વિપ નામથી ઓળખવામાં આવતા હતા.
રામકથામાં ઉત્તર પ્રદેશના અયોધ્યા, નેપાળના જનકપુરી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રને દંડકારણ્ય, કર્ણાટકનું કિષ્કિન્ધા અને શ્રીલંકાના લંકાનો ઉલ્લેખ પણ કર્યો છે. પ્રાચીન માન્યતા અનુસાર ભગવાન રામના વનવાસ દરમિયાન અલગ અલગ જંગલોમાં જીવન વ્યતીત કરીને આજના પાકિસ્તાન સુધી ફેલાયા હતા, પરંતુ શાસ્ત્રોમાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.
ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો, જ્યારે સીતા માતાનો જન્મ નેપાળના જનકપુરીમાં થયો હતો. વનવાસનો પ્રારંભ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટનો ઉલ્લેખ છે, જ્યારે સીતાજીનું અપહરણ નાશિકના પંચવટીમાં થયું હતું. રામ-હનુમાનની ભેટ કિષ્કિન્ધા (કર્ણાટક)માં થયું હતું, જ્યારે રામ-રાવણનું યુદ્ધ લંકા (શ્રીલંકા)માં થયું હતું. આ બધા સ્થળોનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણના શ્લોકો મળે છે, જેમાં પાકિસ્તાનનો પણ ઉલ્લેખ ક્યાંય નથી.
ભગવાન રામ ક્યારેય પાકિસ્તાન ગયા કે નહીં એનો શાસ્ત્રોમાં પણ કોઈ ઉલ્લેખન નથી પણ આજની તારીખ પડોશી દેશ પાકિસ્તાનમાં ભગવાન રામના મંદિરો આવેલા છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનમાં અનેક મંદિરો ગયા હતા, પરંતુ આજે અનેક મંદિરોને જીર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે અમુકના અવશેષો રહ્યા છે.
