200 વર્ષ પછી કાશીમાં નવો ઈતિહાસ રચનાર 19 વર્ષીય તપસ્વી દેવવ્રત મહેશ રેખે કોણ છે?
પુસ્તક જોયા વિના 50 દિવસમાં 2000 સંસ્કૃત મંત્રોના શુદ્ધ ઉચ્ચારણની અઘરી સિદ્ધિ, જેણે PM મોદીનું ધ્યાન ખેંચ્યું.

પુસ્તક જોયા વિના નિરંતર પચાસ દિવસ સુધી હજારો મુશ્કેલ સંસ્કૃતના મંત્રોના શુદ્ધ ઉચ્ચારણ કરવાનું આજના યુગમાં મુશ્કેલ છે, પણ મહારાષ્ટ્રમાં 19 વર્ષના એક યુવકે એ કરી બતાવ્યું છે. મહારાષ્ટ્રના 19 વર્ષના યુવાન દેવવ્રત મહેશ રેખેએ એ કરી બતાવ્યું છે, જે છેલ્લા 200 વર્ષમાં કોઈ કરી શક્યું નથી. દેવવ્રતની અઘરી સાધનાઓ કાશીના મહંતો-વિદ્વાનોને ચોંકાવવાની સાથે ઈવન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસાનો હકદાર બન્યો છે.
કોણ છે દેવવ્રત મહેશ રેખે મહારાષ્ટ્રના અહિલ્યાનગરનો રહેવાસી. 19 વર્ષમાં દેવવ્રતે વેદોના પ્રત્યે સમર્પણ દર્શાવે છે, જે વિદ્વાનો માટે દુર્લભ બાબત છે. દેવવ્રત વર્તમાનમાં વારાણસીના રામઘાટ ખાતે વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ સંસ્થાનો વિદ્યાર્થી છે. દેવવ્રત એક વૈદિક પરિવારમાંથી આવે છે. પિતા વેદબ્રહ્મશ્રી મહેશ ચંદ્રકાંત રેખે એક વિદ્વાન છે અને દેવવ્રતને આ કપરા માર્ગમાં પ્રેરણા આપવા પ્રોત્સાહન આપ્યું હતું.
દેવવ્રતે જે સિદ્ધિ મેળવી છે, જે વૈદિક શબ્દાવલી દંડક્રમ પારાયણ છે. વેદોની સૌથી જટિલલ વિધિમાં ગણતરી કરવામાં આવે છે. આ પાઠ શુક્લ યજુર્વેદના માધ્યન્દિન શાખા સંબંધિત છે, જેમાં 2,000 મંત્ર સમાવિષ્ટ છે. એના પાઠના નિયમો પણ અઘરા છે. દેવવ્રત વિના કોઈ પુસ્તક જોયે પૂરી શુદ્ધતા અને લય સાથે મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું અને આ અનુષ્ઠાન પણ પચાસ દિવસ સુધી ચાલ્યું હતું. બીજી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી વિના કોઈ અવરોધ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 30 નવેમ્બરના દંડક્રમ પારાયણની પૂર્ણાહૂતિ પછી શ્રૃંગેરી શંકરાચાર્યએ સન્માન તરીકે સોનાનું કડુ અને 1.1 લાખ રુપિયા આપ્યા હતા.
દેવવ્રતની આ સિદ્ધિ સૌથી મહત્ત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે દંડક્રમ પારાયણની આ કામગીરી છેલ્લા 200 વર્ષમાં કોઈએ પૂરી કરી નથી. આ અગાઉ બે સદી પૂર્વે નાશિકના વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આજના ડિજિટલ યુગમાં યાદશક્તિ પર હાવિ થઈ ગઈ છે. એક 19 વર્ષના યુવાનની આ સિદ્ધિ ચમત્કારથી કંઈ કમ નથી. દેવવ્રતની આ સિદ્ધિ દેશના દિગ્ગજ પંડિતો અને વિદ્વાનોએ બિરદાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર દેવવ્રતની સિદ્ધિના વખાણ કર્યા હતા.
