June 30, 2025
મનોરંજન

દેવિકા રાની બર્થ-ડે સ્પેશિયલઃ બોલીવુડના પહેલા બોલ્ડ અભિનેત્રી હતા, જેમને પહેલી વખત કિસિંગ સીન કર્યો હતો…

Spread the love

હિન્દી સિનેમાની ફર્સ્ટ લેડી કહેવાતી અભિનેત્રી દેવિકા રાનીની આજે 30 માર્ચના બર્થ એનિવર્સરી છે. દેવિકા રાનીએ ફિલ્મી દુનિયામાં પગલા માંડ્યા ત્યારે એ જમાનામાં ફિલ્મ ક્ષેત્રે કામ કરવાનું એક વેશિયા વૃત્તિ ગણાતી. પુરુષો ફિલ્મોમાં મહિલાના કપડાં પહેરીને અભિનય કરતા હતા, પરંતુ દેવિકા રાનીએ અલગ ચિલો ચાતર્યો હતો. પોતાની મરજીથી રાજ કર્યું ફિલ્મી દુનિયા પર અને નામ પણ કમાવ્યું હતું. કહેવાય છે કે દેવિકા રાનીએ કર્મા ફિલ્મથી 1933માં એન્ટ્રી કરી હતી. સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે ઈન્ડસ્ટ્રીના સૌથી પહેલા બોલ્ડ અભિનેત્રી હતા, જેમને ફિલ્મમાં ચાર મિનિટ લાંબો કિસિંગ સીનનું દૃશ્ય ભજવીને ઈન્ડસ્ટ્રીમાં ખળભળટ મચાવ્યો હતો. એટલું જ નહીં, લગ્ન કર્યા હોવા છતાં ફિલ્મ ડાયરેક્ટર હિમાંશુ રોયને પ્રેમ કરી બેઠા હતા. ત્યાર બાદ પોતાની જ ફિલ્મના અભિનેતા સાથે ભાગી ગયા. બીજી વખત ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી પણ પોતાની મન મરજી અને શરતોને આધીન.

ઈન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા અભિનેત્રી હતા જેમને ડાયરેક્ટર સાથે થયો પ્રેમ
દેવિકા રાની 30-40ના દાયકાની સુપરસ્ટાર હતા. રવિન્દ્રનાથ ટાગારના સંબંધી હતા. દેવિકા રાનીના દાદી ઠાકુર રવિન્દ્રનાથ ટાગોરના બહેન હતાં. 30-40ના દાયકામાં દેવિકા રાનીનું વર્ચસ્વ હતું. ફિલ્મોમાં આવ્યા પહેલા ટેક્સટાઈલ ડિઝાઈનિંગમાં નોકરી પણ કરી હતી, પરંતુ એ સેક્ટરમાં બહુ પસંદ પડ્યું નહીં, તેથી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. 1928માં દેવિકા રાનીની લંડનમાં હિમાંશુ રોય સાથે મુલાકાત થઈ હતી. ત્યાં એક ફિલ્મના શૂટિંગ કરતા હતા, જ્યારે દેવિકાના કામ કરવાની રીતથી પ્રભાવિત થઈને પ્રોડક્શન હાઉસમાં કામ કરવાની નોકરી આપી હતી. અગાઉ વાત કરી પ્રિયા રાજવંશના માફક દેવિકા રાની પણ ડાયરેક્ટરના પ્રેમમાં પડ્યા હતા. જોકે, દેવિકા રાનીએ જે કર્યું એ બધું તેમના નામે સૌથી પહેલું નોંધાયું હતું.

બોલ્ડ સીન આપીને ખળભળાટ મચાવ્યો હતો દેવિકા રાનીએ
બંને કામકાજ કરતી વખતે નજીક આવ્યા પછી લવઅફેર ચાલુ થયું હતું. દેવિકા રાની પહેલેથી લગ્ન કરેલા હતા, પરંતુ હિમાંશુ રોય પર ફિદા થઈ ગયા હતા. દેવિકા રાની અને હિમાંશુ રોયે 1929માં લગ્ન કરી લીધા. લંડનથી પરત આવ્યા પછી 1933માં ‘કર્મા’ નામાની ફિલ્મ બનાવી, જેમાં દેવિકાને લીધી હતી. ફિલ્મ સુપરહિટ રહી હતી, પણ આ ફિલ્મમાં ચાર મિનિટ લાંબા કિસિંગ સીન આપીને ખળભળાટ મચી ગયો હતો પણ એનાથી દેવિકા રાની વિચલિત થય નહોતા.

ફિલ્મોમાં અશોક કુમાર સાથેની કેમેસ્ટ્રી પણ જામતી
દેવિકા અને હિમાંશુ રોય વચ્ચે સંબંધો વધુ ચાલ્યા નહીં. હિમાંશુ રોયે દેવિકા અને નજ્મ ઉલ હસનને લઈને જીવન નૈયા બનાવી હતી. ફિલ્મમાં કામ કરતી વખતે દેવિકા રાની અને નજ્મ ઉલ હસન બંને રિલેશનમાં બંધાયા પછી દિલ દઈ બેઠા હતા. હિમાંશુ રોયના જીવનમાંથી દેવિકા ગઈ અને ફિલ્મી દુનિયામાં ભૂકંપ આવ્યો. દેવિકા ગઈ એટલે ફિલ્મ રોકવી પડી, જેથી હિમાંશુ રોય નાદાર થયા. યેનકેન પ્રકારે દેવિકાને પાછી લાવવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મોમાં અભિનેતા અશોક કુમાર સાથેની કેમેસ્ટ્રી પણ લોકોને વિશેષ પસંદ પડી હતી.

રોયના નિધન પછી દેવિકા રાનીએ જવાબદારી સંભાળી
બંને વચ્ચે લગ્ન તો થયા નહોતા. એટલે દેવિકાને પાછા લાવવા માટે સાઉન્ડ એન્જિનિયર શશધર મુખરજીને પાછા લાવવા મનાવ્યા હતા. ફિલ્મમાં પાછા ફરવા માટે દેવિકાએ શરત મૂકી હતી. વિવિધ શરતો પૈકી એક તો ફિલ્મોમાં પાછી ફરશે પણ ફી આપવી પડશે. ફીના એક પણ રુપિયાનો ખર્ચ ઘરમાં કરશે નહીં. દેવિકાએ શરત મૂકી હતી કે ઘરનો ખર્ચ હિમાંશુ રોય ઉઠાવશે. હિમાંશુ રોયે શરત માન્ય રાખી. બંને સાથે તો આવ્યા પણ એ વખતે બંને વચ્ચે હસબન્ડ-વાઈફનો સંબંધ નહોતો. હિમાંશુ રોય અને દેવિકા રાની સાથે રહ્યા પણ 1949માં હિમાંશુ રોયનું મોત થયું પણ પ્રોડક્શન હાઉસની કમાન દેવિકા રાનીએ સંભાળી લીધી હતી.

ઈન્ડસ્ટ્રીમાં પ્રદાન માટે પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યાં
દેવિકા રાનીએ એક પછી એક અનેક ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. દેવિકા રાનીએ દિલીપ કુમારને પણ ફિલ્મોમાં લોન્ચ કર્યા હતા. વખત જતા દેવિકા રાનીએ બીજા લગ્ન કર્યા હતા. રશિયન પેન્ટર સ્વેતોસ્લાવ રોરિસ નામના મહાશય સાથે લગ્ન કર્યા અને ફિલ્મી દુનિયા છોડીને વિદેશ સેટલ થઈ ગયા હતા. 1993માં દેવિકા રાનીના પતિનું મોત થયું હતું, ત્યારબાદ બીજા વર્ષે દેવિકા રાનીનું 1994માં નિધન થયું હતું. દેવિકા રાનીનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ પ્રદાનને કારણે સૌથી પહેલો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો હતો, જ્યારે પદ્મ શ્રી પુરસ્કાર પણ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!