June 30, 2025
ટેકનોલોજી

Youtube પર પ્રીમિયમ એકાઉન્ટ હોવા છતાં સતાવે છે ‘એડ’ની સમસ્યા? આ રહ્યું સોલ્યુશન…

Spread the love

આપણામાંથી મોટા ભાગના લોકો યુટ્યૂબ યુઝ કરતાં હોય છે અને ઘણી વખત યુઝર્સ વચ્ચે આવતી એડ્સથી પરેશાન થઈ જતાં હોય છે. આ એડ્સથી છુટકારો મેળવવા માટે અનેક લોકો પ્રીમિયમ એકાઉન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ તેમ છતાં અનેક યુઝર્સ ફરિયાદ કરે છે કે તેમને એડ્સનો ત્રાસ સહન કરવો પડે છે. તમારી જાણ માટે કે યુટ્યૂબ પર મ્યુઝિક માટે અલગ અને વીડિયો બંન્ને માટે અલગ પ્રીમિયમ સર્વિસ છે. આ બન્ને સર્વિસ માટે પૈસા ચાર્જ કરવામાં આવે છે અને એમાં એડ્સ જોવા નથી મળતી. જોકે, એવું બની શકે છે કે ભૂલથી થર્ડ-પાર્ટી એપ્સથી વીડિયો જોવાનું શરૂ કર્યું હોય અથવા તો ઇન્કૉગ્નિટો મોડમાં હોય ત્યારે એડ્સ આવી શકે છે, પરંતુ આ ઈશ્યુને પણ તમે સોલ્વ કરી શકો છો. આ ઈશ્યૂને સોલ્વ કરવા માટેની ટિપ્સ પણ અમે અહીં આજે આપી રહ્યા છીએ…
સૌથી પહેલા ચેક કરો તમારી મેમ્બરશિપ
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સૌથી પહેલાં તો તમારે તમારી મેમ્બરશિપ ચેક કરવી પડશે. જો તમારા પેમેન્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો પણ તમારી મેમ્બરશિપ રિન્યુ ન થઈ હોય એવું બની શકે. આ ઉપરાંત યુઝર જે લોકેશન પર છે ત્યાં YouTube પ્રીમિયમ સર્વિસ ચાલે છે કે નહીં તે પણ ચેક કરવું. આ માટે સૌથી પહેલા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરી સેટિંગ્સમાં જઈને પરચેઝ અને મેમ્બરશિપમાં જઈને ચેક કરી શકાય છે. ફક્ત મ્યુઝિક પ્રીમિયમ હશે તો પણ વીડિયોમાં એડ્સ આવશે, એથી તમારી પાસે કયું સબ્સ્ક્રિપ્શન છે એ પહેલાં તપાસી લો.
મેમ્બરશિપ એક્સપાયર થઈ ગઈ નથી?
યુટ્યૂબની મેમ્બરશિપ એક્સપાયર થઈ ગયા બાદ યુઝર દ્વારા જેટલા પણ વીડિયો ડાઉનલોડ કરવામાં આવ્યા હશે તે એક્સપાયર થઈ જશે. એટલે કે, તેમાં એડ્સ આવવાની શરૂ થઈ જશે. આથી, યુઝર દ્વારા ફરી મેમ્બરશિપ રીન્યુ કરાવી પડી શકે છે. આ સાથે જ, રીન્યુ કરાવી હોય તો પણ એડ્સ બંધ થવામાં થોડા કલાકનો સમય લાગે છે. એ તરત જ બંધ નથી થઈ જતી.
એકાઉન્ટ લોગઆઉટ કરીને ફરી સાઈન-ઈન કરો
મેમ્બરશિપ બરાબર હોય અને તે એક્સપાયર ન થઈ હોવા છતાં પણ જો આ પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો યુઝર દ્વારા એકાઉન્ટ લોગઆઉટ કરીને ફરી સાઇન-ઇન કરવું જોઈએ. જો YouTubeનો રેગ્યુલર લોગો હોય તો સમજવું કે પ્રીમિયમ સર્વિસ નથી ચાલી રહી કારણ કે પ્રીમિયમ સર્વિસમાં લોગો પર એ લખેલું હોય છે. ઇન્સ્ટાગ્રામ પરથી કોઈ લિંક પર જઈને વીડિયો જોતા હોઉં ત્યારે પણ એડ્સ જોવા મળી શકે છે. આથી, યુઝરે ફક્ત YouTube એપનો જ ઉપયોગ કરવો.
દરેક વસ્તુ બરાબર હોય ત્યારે આ માટે યુઝર દ્વારા YouTube સપોર્ટ સિસ્ટમનો સંપર્ક કરવો જરૂરી બને છે. દરેક વસ્તુ ચેક કર્યા બાદ, છેલ્લે YouTubeની સપોર્ટ સિસ્ટમ જ મદદ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!