Neeraj Chopraને હરાવવા છતાં Arshad Nadeem નથી તોડી શક્યો આ ખાસ રેકોર્ડ, જેના વગર આ જીત અધૂરી છે…
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? ગઈકાલે જેવલિન થ્રોમાં ભારતીય ખેલાડી નિરજ ચોપ્રાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હોય પણ તેમ છતાં આ તેની જીત નથી. એવું કઈ રીતે બની શકે? ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે જેવલિન થ્રોમાં ભલે પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ પર નિશાનો સાધ્યો છે. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો કર્યો હતો જ્યારે નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે બીજા નંબર પર રહ્યો હતો. પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ તો એ છે કે, ઓલમ્પિક રેકોર્ડ તોડી ગોલ્ડ મેડલ જીત્યા છતાં હારી ગયો. જાણો કેમ ? અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડી 92.97 મીટરનો થ્રો કર્યો હતો અને આ સાથે તેમણે ભારતના નીરજ ચોપરાને પાછળ રાખ્યો હતો. નીરજ ચોપરાએ 89.45 મીટરનો થ્રો કરી સિલ્વર મેડલ પોતાને નામ કર્યો હતો.
વાત જાણે એમ છે કે અરશદ નદીમે 92.97 દૂર જેવલિન ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો એ મોટી વાત છે, પરંતુ તમે જાણીને ચોંકી જશો કે, ઘણા ખેલાડીઓએ આના કરતા પણ વધુ દુર સુધી ભાલો ફેંકયો છે. ભાલા ફેંકમાં સૌથી લાંબુ અંતર કાપવાનો વર્લ્ડ રેકોર્ડ ચેક રિપબ્લિકના જાન ઝેલેઝનીના નામે છે, તેણે 25મી મે, 1996ના રોજ 98.48 મીટર દૂર સુધી ભાલો ફેંકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આ સિવાય અરશદ નદીમથી વધારે થ્રો યોહાનસ વેટર ફેંક્યો હતો 2020માં. તેણે 2020માં 97.76 મીટર દુર ભાલો ફેંકયો હતો. અરશદ નદીમની ઉપલબ્ધિ તો ખુબ ખાસ છે કારણ કે, તેમણે ઓલિમ્પિક રેકોર્ડ પોતાને નામ કર્યો છે. અરશદ નદીમ પાકિસ્તાન માટે સોલો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.